પોતાની જ બાયોપિક બનાવશે રાજ કુન્દ્રા, ખુદ કરશે લીડ રોલ, શું શિલ્પા શેટ્ટી હશે હિરોઇન?
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેનું વિતરણ કરવાનો આરોપ હતો. જેના કારણે તેને લગભગ 63 દિવસ જેલમાં સજા ભોગવવી પડી હતી. જો કે હજુ સુધી તેને આ મામલે કોર્ટમાંથી રાહત મળી નથી. દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે રાજ કુન્દ્રા ટૂંક સમયમાં તેના પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.
રાજ કુન્દ્રાની મુંબઈ પોલીસે 19 જુલાઈ 2021ના રોજ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરી હતી. ઘણી અભિનેત્રીઓએ તેમના પર આરોપ લગાવ્યો હતો કે તે તેમની પોર્નોગ્રાફિક ફિલ્મોનું વિતરણ અને નિર્માણ કરે છે. હવે પિંકવિલાના અહેવાલ મુજબ, રાજ કુન્દ્રા આ મામલે ટૂંક સમયમાં નવી ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે. જેમાં તે પોતે એક અભિનેતા તરીકે જોવા મળશે.

રિપોર્ટ્સ અનુસાર આર્થર રોડ જેલમાં તે 63 દિવસમાં રાજ કુન્દ્રા સાથે જે કંઈ પણ થયું અને તેણે જેલમાં કેવી રીતે સમય પસાર કર્યો. આ બધું ફિલ્મની વાર્તામાં બતાવવામાં આવશે. જોકે આ ફિલ્મનું દિગ્દર્શન કોણ કરશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ રાજ કુન્દ્રા પોતે ફિલ્મમાં તેમનું પાત્ર ભજવશે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ રાજે જ લખી છે. આ ફિલ્મમાં રાજ કુન્દ્રા અને તેના પરિવારની ટ્રેજડી દર્શાવવામાં આવશે. મળતી માહિતી મુજબ આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.












Click it and Unblock the Notifications
