Pics & Video: લગ્ન બાદ નવદંપત્તિ પ્રિયંકા-નિક જોધપુરથી રવાના

લગ્નના બંધનમાં બંધાયા બાદ બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનસનો પહેલો ફોટો સામે આવ્યો છે.

લગ્નના બંધનમાં બંધાયા બાદ બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનસનો પહેલો ફોટો સામે આવ્યો છે. આ ફોટામાં પ્રિયંકા લીલા રંગની સાડીમાં જોવા મળી રહી છે. તેમની સાથે પતિ નિક જોનસ પણ છે. પ્રિયંકા-નિક બંનેનો આ ફોટો તે સમયે સામે આવ્યો જ્યારે તે ઉમેદ ભવન પેલેસમાં આયોજિત બે દિવસીય લગ્ન સમારંભ પૂર્ણ થયા બાદ જોધપુરથી રવાના થઈ રહ્યા હતા. આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં નિક અને પ્રિયંકા સાથે છે. નિક જોનસે પ્રિયંકાનો હાથ પકડી રાખ્યો છે અને ભીડ વચ્ચે આગળ વધી રહ્યા છે. આ દરમિયાન જ્યારે પ્રિયંકા ત્યાં હાજર લોકોનું અભિવાદન કરીને નમસ્તે કર્યુ તો નિકે પણ તે જ રીતે નમસ્તે કર્યુ. જુઓ લગ્ન બાદના આ કપલના ફોટો...

લગ્ન બાદ જોધપુરમાં પ્રિયંકા-નિકની પહેલી ઝલક

લગ્ન બાદ જોધપુરમાં પ્રિયંકા-નિકની પહેલી ઝલક

બોલિવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ રહી ચૂકેલી પ્રિયંકા ચોપડા અને નિક જોનસ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. 1 અને 1 ડિસેમ્બરે જોધપુરના ઉમેદ ભવનમાં તેમના લગ્નનો સમારંભ સંપન્ન થયો. પ્રિયંકા-નિકે ઈસાઈ અને હિંદુ રીત રિવાજથી એકદમ શાહી અંદાજમાં લગ્ન કર્યા. લગ્નના ત્રણ દિવસના જશ્ન બાદ બધા મહેમાન જોધપુરથી રવાના થયા. આ વચ્ચે નવદંપત્તિ નિક જોનસ અને પ્રિયંકા પણ જોધપુર એરપોર્ટથી રવાના થયા. જોધપુર રવાના થયા બાદ નવા કપલનો વીડિયો અને ફોટા સામે આવ્યા છે. આમાં નિક સારા અને કેરિંગ પતિ જેમ જોવા મળ્યા.

નિકે આગળ આવીને પકડ્યો પ્રિયંકાનો હાથ

નિકે આગળ આવીને પકડ્યો પ્રિયંકાનો હાથ

જોધપુર એરપોર્ટ પર જેવા પ્રિયંકા અને નિક બધાન સામે આવ્યા તો બંને વચ્ચે સારી કેમેસ્ટ્રી જોવા મળી. નિકે આગળ આવીને પ્રિયંકાનો હાથ પકડ્યો. બાદમાં તેની કમર પર હાથ રાખીને ફોટા પડાવ્યા. આ દરમિયાન તેમણે પ્રિયંકાને લગ્ન માટે થેંક્યુ પણ કહ્યુ. ત્યારબાદ નવદંપત્તિએ ત્યાં હાજર લોકો અને મીડિયાકર્મીઓને પોતાના અંદાજમાં અભિવાદન કર્યુ. પ્રિયંકાએ જેવુ બધાને નમસ્તે કર્યુ તો નિકે પણ બધાને અભિવાદન માટે નમસ્તે કર્યુ.

જોધપુર એરપોર્ટ પર જોવા મળ્યુ નવદંપત્તિ

જોધપુર એરપોર્ટ પર જોવા મળ્યુ નવદંપત્તિ

આ દરમિયાન પ્રિયંકા અને નિકની એક ઝલક મેળવવા માટે લોકો આતુર જોવા મળ્યા. જ્યારે આ નવદંપત્તિ ત્યાંથી નીકળવા લાગ્યા તો વન મોર-વન મોરનો અવાજ સતત સામે આવતો રહ્યો. જો કે કપલ ત્યાંથી રવાના થઆ ગયુ. આ પહેલા લગ્નના ત્રણ દિવસ બાદ બધા મહેમાન પણ જોધપુરથી નીકળવા લાગ્યા છે. સૌથી પહેલા જોધપુરથી નીકળનારમાં તેમની બહેન પરિણીતિ ચોપડા અને જેઠ કેવિન જોનસ છે. પરિણીતિ ચોપડાને તેના આખા પરિવાર સાથે સોમવારે સવારે જોધપુર એરપોર્ટ જોવામાં આવી.

પ્રિયંકા સાથે નિક જોનસે પણ નમસ્તે પર કર્યુ અભિવાદન

પ્રિયંકા સાથે નિક જોનસે પણ નમસ્તે પર કર્યુ અભિવાદન

પરિણીતિ સીધી એરપોર્ટની અંદર જતી રહી પરંતુ તેના માતાપિતાએ મીડિયા સાથે વાતચીત કરીને લગ્ન અંગે વાત કરી. તેમણે કહ્યુ કે લગ્ન ખૂબ જ શાહી હતા અને બધાનો ખૂબ પ્રેમ મળ્યો. પરિણીતિની માએ કહ્યુ કે આ લગ્ન બે સંસ્કૃતિનું એકદમ યોગ્ય મિશ્રણ હતુ. આ ઉપરાંત એરપોર્ટ પર નિક જોનસના સૌથી મોટા ભાઈ કેવિન જોનસને પણ જોધપુરથી રવાના થતા જોવામાં આવ્યા. કેવિન પોતાની પત્ની ડેનિયલ સાથે એરપોર્ટ પર જોવા મળ્યા.

1 અને 2 ડિસેમ્બરે ઉમેદ ભવન પેલેસમાં થયા બંનેના લગ્ન

1 અને 2 ડિસેમ્બરે ઉમેદ ભવન પેલેસમાં થયા બંનેના લગ્ન

પ્રિયંકા ચોપડા અને નિક જોનસે 1 ડિસેમ્બરે ઈસાઈ રીત રિવાજથી લગ્ન કર્યા હતા. વળી, 2 ડિસેમ્બરે લગ્ન હિંદુ રીત રિવાજથી કરવામાં આવ્યા. પ્રિયંકા અને નિકે લગ્ન પહેલાની રસમો અને હલ્દી-સંગીતના ફોટા અને વીડિયો જાહેર કર્યા છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. હવે ફેન્સ આતુરતાથી લગ્નના ફોટાની રાહ જોઈ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X