સુષ્મિતા સેનના ભાઈને તેની દીકરી સાથે નથી મળવા દઈ રહી પત્ની ચારુ? લખ્યુ - ઘરે પાછા આવી જાવ...

સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેને પોતાની ચાર મહિનાની દીકરી જિયાના માટે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર લખી છે.

મુંબઈઃ અભિનેત્રી સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેને પોતાની ચાર મહિનાની દીકરી જિયાના માટે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર લખી છે. જેમાં તેણે કંઈક એવુ કહ્યુ કે જેનાથી લાગી રહ્યુ છે કે તેની પત્ની ચારુ અસોપા સાથે તેનો સંબંધ ઠીક નથી અને રાજીવને તેની દીકરીને પણ મળવા દેવામાં નથી આવી રહ્યો. રાજીવની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

શું લખ્યુ છે રાજીવ સેને

શું લખ્યુ છે રાજીવ સેને

રાજીવ સેને દીકરી અને પત્ની સાથે એક ફોટો શેર કરીને લખ્યુ છે - જિયાના તને મિસ કરી રહ્યો છુ. પોતાના ડેડીના ઘરે પાછી આવી જા. આ રીતે સફરમાં રહેવાનુ તારા માટે સુરક્ષિત નથી. તને ઘણા દિવસોથી જોઈ નથી...હવે જલ્દી પાછી આવી જા આને મારી સાથે રમ.

પોસ્ટથી આવી રહ્યો છે રાજીવ-ચારુ વચ્ચે અણબનાવનો અંદાજ

પોસ્ટથી આવી રહ્યો છે રાજીવ-ચારુ વચ્ચે અણબનાવનો અંદાજ

રાજીવની આ પોસ્ટથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેના ચારુ સાથેના લગ્નમાં બધુ ઠીક નથી. ત્યારે જ એણે આ રીતે સાર્વજનિક રીતે દીકરીને મિસ કરવા અને તેને ના મળવાની વાત લખી છે. તમને જણાવી દઈએ કે ચારુ છેલ્લા અમુક સમયથી દીકરી સાથે રાજીવથી દૂર છે. હાલમાં તે ચાર મહિનાની બાળકી જિયાના સાથે પિયર બીકાનેરમાં છે. બંને થોડા મહિનાથી સાથે દેખાયા નથી.

પહેલા પણ આવી ચૂકી છે બંનેના સંબંધમાં ખટાશ

પહેલા પણ આવી ચૂકી છે બંનેના સંબંધમાં ખટાશ

રાજીવ સેન અને ચારુ અસોપાએ થોડા મહિનાના ડેટિંગ બાદ 2019માં લગ્ન કર્યા હતા. જો કે, લગ્નના થોડા દિવસો બાદ જ બંને વચ્ચે અણબનાવના સમાચારો આવવા લાગ્યા હતા. બંને ઘણા સમયથી અલગ પણ રહ્યા. લૉકડાઉન દરમિયાન બંને અલગ રહ્યા હતા. ઘણા મહિના સુધી રાજીવ દિલ્લીમાં અને ચારુ મુંબઈમાં રહી હતી. જો કે, બાદમમાં બંનેએ પોતાના મુદ્દાઓને ખતમ કર્યા અને સાથે આવી ગયા. ત્યારબાદ ગયા વર્ષે નવેમ્બરમાં બંને જિયાનાના પેરેન્ટ્સ બન્યા. જિયાનાના જન્મ બાદ બંને ઘણા ખુશ હતા પરંતુ હવે એક વાર ફરીથી બંનેમાં અણબનાવના સમાચાર આવવા લાગ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X