For Quick Alerts
For Daily Alerts
રજની ઇઝ રીયલ સુપરસ્ટાર ઑફ ઇન્ડિયન સિનેમા : પરેશ
ચેન્નઈ, 21 ઑક્ટોબર : બૉલીવુડ અભિનેતા પરેશ રાવલે જણાવ્યું કે રજનીકાંત ભારતીય સિનેમાના રીયલ સુપરસ્ટાર છે. પરેશ રાવલ ગઈકાલે ચેન્નઈમાં હતાં. તેઓ પોતાના ઇમોશનલ થ્રિલર ડ્રામા ડીયર ફાધરનું મંચન કરવા ચેન્નઈ પહોંચ્યા હતાં.
પરેશ રાવલ જ્યારે મીડિયા સમક્ષ આવ્યા, તો તેમણે તામિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વ્યાવસાયિક અને પ્રયોગાત્મક વલણ અંગે તેના ખૂબ વખાણ કર્યાં. તેમણે જણાવ્યું - તામિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાચે જ ઇનોવેટિવ, પથ-બ્રેકિંગ અને વ્યાવસાયિક સફળથા પ્રત્યે સમર્પિત છે. સિવાજી ગણેશન તથા કમલ હસન જેવા ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો છે અહીં કે જેઓ પ્રયોગો કરતા ગભરાતા નથી. થીમ અને સ્ટોરી લાઇન બધુ ઇનોવેટિવ છે.
જોકે પરેશ રાવલે રજનીકાંતના મોંફાટ વખાણ કર્યાં. તેમણે જણાવ્યું - તેઓ ભારતના અસલી સુપરસ્ટાર છે. રજનીકાંતે ભારતીય સિનેમાના તેના સીમાડાઓથી ઓળંગાવી વૈશ્વિક બનાવ્યું છે. તેમની રોબોટ તથા આગામી ફિલ્મ કોચાદંઇયા મોટા પ્રયોગો સમાન ફિલ્મો છે. રજનીકાંત સાબિત કરી આપ્યું છે કે તેઓ બૉલીવુડ કરતા મોટા છે. અહીં સુધી કે બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાન સુદ્ધાએ ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં રજનીનો સપોર્ટ લેવો પડ્યો. આ જ બાબત રજનીકાંત વિશે ઘણું કહી જાય છે.