For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લેસ્બિયન છે રાજકુમાર રાવની સાળી પર્ણલેખા, 'બધાઈ દો'માં બે યુવતીઓનો રોમાંસ જોઈને બોલી - 'આ તો હું છુ'

રાજકુમારની સાળી એટલે કે તેની પત્ની પત્રલેખાની બહેન પર્ણલેખાએ ફિલ્મ 'બધાઈ દો'ની ખાસ પ્રશંસા કરી છે. જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ 'બધાઈ દો' હાલમાં જ રિલીઝ થઈ છે. ફિલ્મમાં ભૂમિ પેડનેકર એક લેસ્બિયન મહિલા જ્યારે રાજકુમાર રાવ એક ગે વ્યક્તિની ભૂમિકામાં જોવા મળ્યા છે. એલજીબીટી કમ્યુનિટીની કહાની હોવાના કારણે આ ફિલ્મ ઘણી ચર્ચામાં રહી છે. ફિલ્મને હવે રાજકુમાર રાવના પરિવારમાંથી પણ ઘણી પ્રશંસા મળી છે. રાજકુમારની સાળી એટલે કે તેની પત્ની પત્રલેખાની બહેન પર્ણલેખાએ ફિલ્મની ખાસ પ્રશંસા કરી છે. આનુ કારણ ફિલ્મમાં તેમની કમ્યુનિટી એટલે કે એલજીબીટીની કહાની હોવાનુ છે.

મારી કમ્યુનિટીની વાત કરવા માટે આભારઃ પર્ણલેખા

મારી કમ્યુનિટીની વાત કરવા માટે આભારઃ પર્ણલેખા

પર્ણલેખાએ પોતાના ઈન્સ્ટા પર બધાઈ દોનુ એક પોસ્ટર શેર કરીને લખ્યુ છે - 'બધાઈ દો' એક રિવૉલ્યુશન છે, જે દેશમાં એલજીબીટીક્યુઆઈએ પર ફિલ્મ બનાવવાને પ્રોત્સાહ આપશે. હું કહી શકુ છુ કે હવે મારા સમાજ પાસે પણ એક ફિલ્મ છે જેમાં બે યુવતીઓને યૌન ઈચ્છા માટે ઑબ્જેક્ટ નથી કરવામાં આવતી. વળી, બે પુરુષોને સમલૈગિંક સ્ટડ હોવા માટે 'મીઠા' નથી કહેવામાં આવતા. આ સંવેદનશીલ ક્વીર આઉટિંગમાં મેલ ગજ ના હોવુ પણ શાનદાર છે. ફિલ્મ જણાવે છે કે લેવેન્ડર લગ્નના ભાવનાત્મક, શારીરિક અને મનોવૈજ્ઞાનિક પરિણામ છે.

ખુદને ફિલ્મના પાત્ર સાથે જોડી

ખુદને ફિલ્મના પાત્ર સાથે જોડી

પર્ણલેખાએ ફિલ્મના ભૂમિ પેડનેકરની લેસ્બિયન ભૂમિકા સાથે ખુદને જોડી છે. તેણે લખ્યુ, સુમીની ભૂમિકા માટે ભૂમિને ધન્યવાદ. એ હું જ છુ. તમે શાનદાર કામ કર્યુ છે અને એક રસ્તો બનાવ્યો છે. રાજકુમાર રાવ માટે તેણે કહ્યુ કે તમારુ નામ અભિનયના પુસ્તકોમાં દેખાશે. આ ભૂમિકા કરવા માટે તમને ખાસ ધન્યવાદ. પર્ણલેખાની આ પોસ્ટ માટે રાજકુમારે તેના પર ખૂબ જ પ્રેમ લૂંટાવ્યો છે.

'લેવેન્ડર લગ્ન'ના કૉન્સેપ્ટ પર કહાની

'લેવેન્ડર લગ્ન'ના કૉન્સેપ્ટ પર કહાની

ફિલ્મ 'બધાઈ દો'ની કહીની પોલિસ અધિકારી શાર્દુલ અને સ્પોર્ટસ ટીચર સુમનની આસપાસ ફરે છે. ફિલ્મમાં ભૂમિ સુમનના રોલમાં છે જે સ્પોર્ટસ ટીચર છે, રાજકુમાર રાવ ફિલ્મમાં પોલિસ અધિકારી બન્યા છે. ભૂમિ લેસ્બિયન જ્યારે રાજકુરમાર રાવ ગેની ભૂમિકામાં છે. ફિલ્મમાં બંને પોતાના પરિવારવાળા અને સમાજને જોવા માટે એકબીજા સાથે લગ્ન કરે છે. 'લેવેન્ડર લગ્ન'ના કૉન્સેપ્ટ પર ફિલ્મની કહાની છે.

11 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે ફિલ્મ

11 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે ફિલ્મ

'લેવેન્ડર લગ્ન'ના કૉન્સેપ્ટ પર આધારિત ફિલ્મ 'બધાઈ દો' 11 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં રાજકુમાર અને ભૂમિ ઉપરાંત સીમા પાહવા, શીબા ચડ્ડા, લવલીન, નીતિશ પાંડે અને શશિ ભૂષણ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે. હર્ષવર્ધન કુલકર્ણીએ આ ફિલ્મને નિર્દેશિત કરી છે. આ ફિલ્મનુ નિર્માણ જંગલી પિક્ચર્સના બેનર હેઠળ તૈયાર કરવામાં આવ્યુ છે.

English summary
Rajkumar Rao sis in law Parnalekha praises film 'Badhaai Do' bhumi pednekar role says 'its me'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X