જેલમાંથી મુક્તિ બાદ બોલ્યા રાજપાલ યાદવ, અમુક લોકોએ વિશ્વાસઘાત કર્યો
દેવુ નહિ ચૂકવી શકવાના એક કેસમાં જેલની સજા ભોગવીને મુક્ત થયેલા અભિનેતા રાજપાલ યાદવે કહ્યુ છે કે લોકોએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે.
દેવુ નહિ ચૂકવી શકવાના એક કેસમાં જેલની સજા ભોગવીને મુક્ત થયેલા અભિનેતા રાજપાલ યાદવે કહ્યુ છે કે લોકોએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. ફેબ્રુઆરીના અંતમાં મુક્ત થયેલા રાજપાલ યાદવનું કહેવુ છે કે અમુક લોકો જેના પર મે વિશ્વાસ કર્યો તેમણે જ મારા વિશ્વાસનો દૂરુપયોગ કર્યો. જો કે યાદવે કોઈનું નામ લેવા કે આના પર વધુ કંઈ કહેવાનો ઈનકાર કરી દીધો.

રાજપાલે કહ્યુ, મને લાગે છે કે કાયદો બધાના માટે સમાન છે અને દેશના કાયદાથી કોઈ બચી નહિ શકે. એટલા માટે મે અદાલતના આદેશનું પાલન કર્યુ. રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્લી હાઈકોર્ટે નવેમ્બરમાં ત્રણ મહિના માટે જેલની સજા આપી હતી. આ કેસ 2010માં રાજપાલ યાદવની પાંચ કરોડની લોન લેવા સાથે સંકળાયેલો છે. ફેબ્રુઆરીના અંતમાં જેલમાંથી આવ્યા બાદ રાજપાલે કહ્યુ કે તે જૂની વાતોમાંથી બહાર આવી ગયો છે અને ફિલ્મોમાં કમબેક કરવા માટે ઉત્સાહિત છે.
રાજપાલે કહ્યુ કે હું વહેલી તકે 'ટાઈમ ટુ ડાંસ' ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ. આ ફિલ્મનું થોડુ જ શૂટિંગ બાકી છે. હું નિર્માતાઓ અને નિર્દેશકોનો આભારી છુ જેમણે મારા કમબેકની રાહ જોઈ. આ ઉપરાંત હું વધુ એક ફિલ્મ 'જાકો રાખે સાંઈયા' પણ કરી રહ્યો છુ. રાજપાલે જેલની જિંદગી પર કહ્યુ કે ત્યાં ઘણુ અનુશાસન હતુ અને અમારે બધાએ તેનુ પાલન કરવાનુ હતુ. હું મારા સાથી કેદીઓ સાથે વાત કરવાની કોશિશ કરતો હતો. હું તેમની સાથે એક સંવાદ સત્ર કરતો હતો જેનુ નામ 'રાજપાલની પાઠશાળા' રાખવામાં આવ્યુ હતુ. ત્યાં એક લાઈબ્રેરી હતી જ્યાં જઈને હું વાંચતો હતો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
