Rakesh Roshan Birthday: ઋતિકને પોતાની પાસે બેસીને જમવા નહોતા દેતા પિતા રાકેશ રોશન, ઑટોથી કરાવતા મુસાફરી

રાકેશ રોશન ખૂબ જ કડક પિતા રહ્યા છે. તેમણે પોતે આ વાતનો ઉલ્લેખ કર્યો જ્યારે તેમણે કહ્યુ કે તે તેને પુત્રની જેમ ટ્રીટ નહોતા કરતા.

મુંબઈઃ બૉલિવુડ એક્ટર ઋતિક રોશનના પિતા રાકેશ રોશને પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો કરી છે. સુપરહીરો સીરિઝ 'ક્રિશ' અને 'કહો ના પ્યાર હૈ' જેવી યાદગાર ફિલ્મો આપનાર રાકેશ રોશને એક વખત એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તે સારો એક્ટર બનવામાં સફળ તો નથી થઈ શક્યા પણ તેના પુત્ર ઋતિકને તેનુ સપનુ પૂરુ થતુ જોવા ઈચ્છે છે. રાકેશ રોશન ખૂબ જ કડક પિતા રહ્યા છે. તેમણે પોતે આ વાતનો ઉલ્લેખ કર્યો જ્યારે તેમણે કહ્યુ કે તે તેને પુત્રની જેમ ટ્રીટ નહોતા કરતા.

એક્ટીંગ નહિ ડાયરેક્શનથી મળી ઓળખ

એક્ટીંગ નહિ ડાયરેક્શનથી મળી ઓળખ

રાકેશ રોશને જયા પ્રદા સાથે 1980માં આવેલી ફિલ્મ ખૂબસૂરતમાં કામ કર્યુ હતુ. પરંતુ તેમ છતાં તે અભિનય કરતાં દિગ્દર્શનના ક્ષેત્રમાં વધુ પ્રખ્યાત રહ્યા. તે 'ખૂન ભરી માંગ' અને 'કરણ અર્જુન'માં તેના નિર્દેશન માટે જાણીતા છે. દિગ્દર્શક તરીકે તેમણે છેલ્લે પોતાના પુત્ર ઋતિકની ફિલ્મનુ દિગ્દર્શન કર્યુ હતુ.

ઋતિક વિશે આ કહ્યુ

ઋતિક વિશે આ કહ્યુ

હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર મુજબ એક વખત રાકેશ રોશને કહ્યુ હતુ કે ઋતિક રોશને તેના જીવનમાં તે તમામ કાર્યો કર્યા છે, જે રાકેશ કરી શક્યા નથી. તેમણે એ પણ જણાવ્યુ કે તે ઋતિકથી કેમ ખુશ છે. ઋતિકે પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.

મહેનતી છે ઋતિક

મહેનતી છે ઋતિક

વર્ષ 2017માં ડીએનએને આપેલા એક ઈન્ટરવ્યુમાં રાકેશ કહે છે કે ઋતિકે ખૂબ જ મહેનત કરી છે. હું અભિનેતા તરીકે નિષ્ફળ ગયો પરંતુ એક માતા-પિતા તરીકે હું હંમેશા ઇચ્છયુ કે મારો પુત્ર મારુ સ્વપ્ન જીવે. ઋતિકે એવા ઘણા કામ કર્યા છે જે હું કરી શક્યો નથી. તે સુપરસ્ટાર છે. તે મારો પુત્ર છે અને તેણે મને ગર્વ અનુભવ કરાવ્યો છે.

ઑટો અને ટેક્સીથી કરાવતા મુસાફરી

ઑટો અને ટેક્સીથી કરાવતા મુસાફરી

રાકેશ વધુમાં કહે છે કે ઋતિકે તેની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે અને હું માનુ છુ કે તે થતુ રહેવુ જોઈએ કારણ કે આપણે આપણી ભૂલોમાંથી આ રીતે શીખીએ છીએ. જ્યારે ઋતિક રોશને તેની કોલેજ પૂરી કરી ત્યારે રાકેશ તેના પુત્રને ટેક્સી, ઑટો અને બસમાં મુસાફરી કરાવતો હતો. રાકેશે જણાવ્યુ કે કરણ અર્જુન ફિલ્મ દરમિયાન ઋતિકને ફેમિલી કારમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

ખૂબ જ કડક પિતા રહ્યા છે

ખૂબ જ કડક પિતા રહ્યા છે

કૉલેજમાંથી સ્નાતક થયા પછી ઋતિકને સ્પેશિયલ ઇફેક્ટ્સ શીખવા માટે વિદેશ જવાની તક મળી પરંતુ તેને છોડીને તેણે મારી સાથે કરણ-અર્જુન ફિલ્મમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કરવાનુ યોગ્ય માન્યુ. હું તેની સાથે ખૂબ જ કડક હતો. કામના સમયે તે મારો પુત્ર ન હતો પરંતુ સહાયક હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X