Rakesh Roshan Birthday: કરોડોના માલિક છે રાકેશ રોશન, કુલ સંપત્તિ જાણીને લાગશે ઝટકો
આજે અમે તમને જણાવીએ છીએ કે રાકેશ રોશન પાસે કેટલી નેટવર્થ છે અને તેમની પાસે લક્ઝરી વાહનોનુ કયુ કલેક્શન છે.
મુંબઈઃ રાકેશ રોશન સિનેમા જગતનુ એક એવુ નામ છે કે જેમણે માત્ર અભિનય દ્વારા જ ચાહકોના દિલ જીત્યા નથી પરંતુ ફિલ્મ નિર્માતા, નિર્દેશક તરીકે હિટ ફિલ્મો આપીને બૉલિવુડ જગતમાં પોતાનુ નામ કમાયુ છે. આજે એટલે કે 6 સપ્ટેમ્બરે તેમનો 73મો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર આજે અમે તમને જણાવીએ છીએ કે રાકેશ રોશન પાસે કેટલી નેટવર્થ છે અને તેમની પાસે લક્ઝરી વાહનોનુ કયુ કલેક્શન છે.

રાકેશ રોશનનુ ફિલ્મી કરિયર
રાકેશ રોશને વર્ષ 1970માં બૉલિવુડમાં પગ મૂક્યો અને એક અભિનેતા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેમની પ્રથમ ફિલ્મનુ નામ ઘર ઘર કી કહાની છે. આ પછી રાકેશે 1989 સુધી 84 ફિલ્મોમાં કામ કર્યુ જેમાં મન મંદિર, બુનિયાદ, ત્રિમૂર્તિ, ગુંજ, ખેલ-ખેલ મેં અને હત્યારા જેવી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.

એક્ટીંગ છોડીને ડાયરેક્શન પસંદ કર્યુ
રાકેશ રોશને પોતાના અભિનયથી ચાહકોના દિલ પર રાજ કર્યુ. પરંતુ બાદમાં તેમણે એક્ટિંગ છોડને ફિલ્મોને ડાયરેક્ટ કરવાનો નિર્ણય કર્યો. જે બાદ તેમણે ઘણી હિટ ફિલ્મો આપી અને કરોડોની કમાણી કરી. હવે કમાણીની વાત કરી રહ્યા છીએ તો ચાલો તમને જણાવીએ કે આખરે રાકેશ રોશન કેટલા કરોડની પ્રોપર્ટીના માલિક છે.

પ્રોપર્ટી અને લક્ઝરી કાર
રિપોર્ટ્સ મુજબ રાકેશ રોશન કુલ 66 કરોડની પ્રોપર્ટીના માલિક છે. તેમનુ નામ સૌથી ધનિક નિર્માતાઓમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે રાકેશ રોશનનુ મુંબઈમાં આલીશાન ઘર છે.રાકેશ રોશન પાસે અનેક લક્ઝરી વાહનો છે. તેમની પાસે રૉલ્સ રૉયસ, મર્સિડીઝ મેબેક, પોર્શે કયાન ટર્બો, 1966 ફૉર્ડ મસ્ટેંગ, મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ જેવા લક્ઝરી વાહનો છે.

ફિલ્મોના નામ 'ક'થી કેમ શરુ થાય છે
તમને જણાવી દઈએ કે રાકેશ રોશને અત્યાર સુધી ઘણી બ્લૉકબસ્ટર ફિલ્મો આપી છે. જેમાં મોટાભાગની ફિલ્મોનુ નામ 'ક'થી શરૂ થાય છે. આ લિસ્ટમાં ખૂન ભરી માંગ, કાલા બજાર, કિશન કન્હિયા, ખેલ, કિંગ અંકલ, કરણ અર્જુન, કોયલા જેવી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. આ પછી નિર્માતાએ પુત્ર રિતિક રોશન સાથે કહો ના પ્યાર હૈ, ક્રિશ, કોઈ મિલ ગયા જેવી ફિલ્મો કરી. હવે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે રાકેશ રોશન ક્રિશ 4 રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
