રાખી સાવંતને એવોર્ડ મળ્યો, લોકોએ પૂછ્યું- ખરીદ્યો છે?
વિવાદોની મલ્લિકા રાખી સાવંતને લાંબા સમય પછી કોઈ એવોર્ડ આપવામાં આવ્યો છે પરંતુ લોકોએ રાખી સાવંતની આ સફળતા પર ખુશ થઈને તેમને અભિનંદન આપવાને બદલે એવોર્ડ અંગે સવાલો કરવા લાગ્યા
વિવાદોની મલ્લિકા રાખી સાવંતને લાંબા સમય પછી કોઈ એવોર્ડ આપવામાં આવ્યો છે પરંતુ લોકોએ રાખી સાવંતની આ સફળતા પર ખુશ થઈને તેમને અભિનંદન આપવાને બદલે એવોર્ડ અંગે સવાલો કરવા લાગ્યા. હદ તો ત્યારે થઇ ગઈ જયારે લોકોએ રાખીને પૂછ્યું કે શુ તેમને આ એવોર્ડ ખરીદ્યો છે?

રાખી સાવંતને એવોર્ડ મળ્યો
ખરેખર મામલો કંઈક એવો છે કે રાખી સાવંતને હાલમાં દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન પુરસ્કારથી નવાજવામાં આવી હતી. એવોર્ડ મેળવ્યા પછી મીડિયા સામે આવનાર રાખી સાવંત ત્યારે અસહજ થઇ, જયારે એક રિપોર્ટરે તેને સવાલ કર્યો કે, મેડમ આ એવોર્ડ તમે ખરીદ્યો છે કે શુ? જેના પર થોડી સેકન્ડ ચૂપ રહ્યા પછી રાખી સાવંતે જવાબ આપ્યો કે હું આ એવોર્ડની હકદાર છું, અમારી એટલી ઔકાત નથી કે અમે એવોર્ડ ખરીદી શકીયે.
રાખી સાવંતે કહ્યું, મારી એટલી ઔકાત નથી
રાખી સાવંતે કહ્યું કે આ એવોર્ડ મારી મહેનતનું પરિણામ છે. આખરે એક આઈટમ ગર્લને એક એવોર્ડ તો મળ્યો. રાખી સાવંતે કહ્યું કે મેં અત્યારસુધીમાં 70-80 જેટલા આઈટમ નંબર કર્યા છે. આ એવોર્ડ મેળવીને હું ખુબ જ ખુશ છું, જેને જે સમજવું હોય તે સમજે.
વિવાદોની મલ્લિકા છે રાખી સાવંત
આ નિવેદન પછી રાખી સાવંતે સોશ્યિલ મીડિયા પર એવોર્ડ અને ફંક્શનની ફોટો શેર કરી. ત્યારપછી સોશ્યિલ મીડિયા પર પણ લોકો તેને આ પ્રકારના સવાલો કરવા લાગ્યા, પરંતુ રાખી સાવંતે કોઈને પણ જવાબ નથી આપ્યો.
|
રાખી સાવંતે પાકિસ્તાની ઝંડા સાથે આપ્યા અશ્લીલ પોઝ
રાખીએ આ ફોટા ઉપરાંત એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે કહી રહી છે કે આ ફિલ્મ કાશ્મીર સમસ્યા અને કાશ્મીરી પંડિતો પર આધારિત છે અને તે ફિલ્મમાં એક પાકિસ્તાની છોકરીની ભૂમિકા નિભાવી રહ્યા છે. જો કે રાખીની આ પોસ્ટ પર અમુક પાકિસ્તાની યુઝર્સે પણ વાંધો દર્શાવ્યો છે.
રાખીનો ફોટો જોઈને ભડક્યા લોકો
એક યુઝરે લખ્યુ, ‘તુ ક્યાંયથી પણ અમારી સભ્યતા નથી દર્શાવતી, પાકિસ્તાન કોઈ મહિલાને આવા અંગ પ્રદર્શનની મંજૂરી નથી આપતુ. મને પાકિસ્તાની હોવા પર ગર્વ છે અને મને મારી સંસ્કૃતિથી પ્રેમ છે. એટલુ જ નહિ રાખીની આ પોસ્ટ પર અમુક ભારતીયોને પણ વાંધો છે અને તેમણે રાખી સામે નિવેદનબાજી કરી છે.'












Click it and Unblock the Notifications
