Video: રાખી સાથે લગ્ન કરનાર દીપક કલાલને યુવતીએ લગાવી થપ્પડ લગાવી દેતા આપી પીએમ મોદીની ધમકી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ એક વીડિયોમાં દીપક કલાલ મેટ્રો ટ્રેનમાં એક યુવતીના હાથે થપ્પડ ખાતો દેખાઈ રહ્યો છે.

ડ્રામા ક્વીન રાખી સાવંત સાથે લગ્ન કરવાનો દાવો કરનાર દીપક કલાલ એક વાર ફરીથી સમાચારોમાં છે, કારણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ એક વીડિયો છે જેમાં દીપક કલાલ મેટ્રો ટ્રેનમાં એક યુવતીના હાથે થપ્પડ ખાતો દેખાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વીડિયો દિલ્લી મેટ્રોનો હતો જેમાં થપ્પડ રનાર છોકરીએ પરમિશન વિના દીપક કલાલની સેલ્ફી લીધી જેના પર તે ભડકી ગયા અને છોકરી માટે અપશબ્દોનો ઉપયોગ કરવા લાગ્યા જેના પર છોકરીને ગુસ્સો આવી ગયો અને તેણે દીપકને જોરદાર થપ્પડ મારી દીધી.

દિલ્લી મેટ્રોમાં છોકરીએ દીપક કલાલને જોરદાર મારી થપ્પડ

જો કે થપ્પડ ખાધા બાદ પણ દીપકનુ દિમાગ ઠીક ના થયુ અને તેણે યુવતીને પીએમ મોદીનુ નામ લઈને ધમકી આપી દીધી. ધમકીવાળો વીડિયો ખુદ દીપકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. દીપક કહે છે, ‘એ... બે ટકાની છોકરી. તે દીપક કલાલની સેલ્ફી લીધી એ પણ મેટ્રોમાં, એ પણ પરમિશન વિના. હવે મે નરેન્દ્ર મોદીને કહીને તને પોતાની હોટલમાં ના બોલાવી તો તુ જોઈ લેજે. તે જે વિધાઉટ બ્યુટી મોડમાં જે મારો ફોટો લીધો છે, હવે જો તુ કેવી ફૂદકીશ, જો હવે તારા શું હાલ થશે.'

દીપકે યુવતીને આપી પીએમ મોદીની ધમકી

એટલુ જ નહિ વીડિયો પોસ્ટ કરીને દીપકે લખ્યુ, ‘દીલ્લીની છોકરીઓને મારી સાથે સેલ્ફી લેવાની પરમિશન નથી. તમારી સામે હું એક્શન લઈશ. ફેન્સ પ્લીઝ મારો સપોર્ટ કરો.' દીપકના આ વીડિયો પર ઘણા લોકોએ રિએક્શન આપ્યુ છે, અમુક તો દીપક સાથે જોવા મળ્યા જ્યારે અમુકને આ જબરદસ્તીનો સ્ટંટ લાગી રહ્યો છે અને દીપકની ટીકા કરી રહ્યા છે.

રાખી મારા બાળકની મા બનવાની છેઃ દીપક કલાલ

તમને જણાવી દઈએ કે આ એ જ દીપક છે જેણે રાખી પર થોડા દિવસો પહેલા સંગીન આરોપ લગાવ્યા હતા, તેમણે કહ્યુ હતુ કે, ‘રાખી સાવંત તેના બાળકની મા બનવાની છે અને 7 મહિનાની અંદર જ સત્ય સામે આવી જશે, દીપક કલાકે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી, આ પોસ્ટમાં દીપકે રાખી સાવંતના પ્રેગ્નેન્ટ હોવાનો દાવો કરીને લખ્યુ હતુ, રાખી મારુ બાળક તારા પેટમાં છે, તે પોતાના પપ્પની બેઈજ્જતીનો બદલો જરૂર લેશે.'

‘મે રાખીને પૂરા 4 કરોડ રૂપિયાની રકમ આપી હતી'

‘મે રાખીને પૂરા 4 કરોડ રૂપિયાની રકમ આપી હતી'

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ દીપક કલાલે મીડિયામાં નિવદેન આપ્યુ હતુ કે રાખીએ તેને છેતર્યો છે, રાખીએ તેની સાથે લગ્ન કરવાનુ વચન આપ્યુ હતુ જેના માટે તેણે રાખીને પૂરા 4 કરોડ રૂપિયાની રકમ આપી હતી, દીપકે આ પહેલા પણ એક વીડિયો શેર કરીને રાખીને ખરી ખોટી સંભળાવી હતી અને કહ્યુ હતુ કે તને શમ આવવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X