રાખી સાવંતે કર્યો ખુલાસો, ઑડિશનમાં ડાયરેક્ટર-પ્રોડ્યુસર પૂછતા હતા આવા સવાલ
બોલિવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત હંમેશા સમાચારોમાં છવાયેલી રહે છે. હવે તેણે પોતાના કરિયર વિશે એક મોટો ખુલાસો કર્યો છે.
બોલિવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત હંમેશા સમાચારોમાં છવાયેલી રહે છે. 41 વર્ષની રાખી આજકાલ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી લોકોનુ મનોરંજન કરી રહી છે. હવે તેણે પોતાના કરિયર વિશે એક મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યુ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શરૂઆતના દિવસોમાં ડાયરેક્ટર અને પ્રોડ્યુસર તેને ખોટા ઈરાદાઓથી ફોન કરતા હતા.

ત્યારે નામ નીરુ ભેદા હતુ
આ દરમિયાન રાખીએ પોતાના સંઘર્ષ વિશે વાત કરી અને પોતાનુ અસલી નામ પણ જણાવ્યુ. રાખીએ જણાવ્યુ કે તેનુ નામ ત્યારે નીરુ ભેદા હતુ. રાખી કહે છે કે, ‘હું અહીં ઘર માટે આવી હતી, મે બધુ પોતાના દમ પર કર્યુ છે. ત્યારે મારુ નામ નીરુ ભેદ હતુ. જ્યારે પણ હું ઑડિશન માટે જતી હતી તો ડાયરેક્ટર અને પ્રોડ્યુસર મને કહેતા હતા કે પોતાનુ ટેલેન્ટ બતાવ. પરંતુ મને ખબર નહોતી કે એ કયુ ટેલેન્ટ બતાવવાનુ કહી રહ્યા છે.'

‘એ દરવાજો બંધ કરી લેતા હતા'
રાખી કહે છે, ‘હું ફોટા લઈને જતી હતી, ત્યારે તે દરવાજો બંધ કરી લેતા હતા. ત્યારે હું કોઈ રીતે ત્યાંથી નીકળી જતી હતી.' રાખીએ એક સમાચાર વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ છે કે, ‘તેની મા હોસ્પિટલમાં કામ કરતી હતી અને તેમણે ગરીબી જોઈ છે. પોતાના સંઘર્ષ વિશે વાત કરતા રાખીએ જણાવ્યુ કે મારી મા હોસ્પિટલમાં આયા હતી અને ત્યાં કચરાપટ્ટી ઉઠાવતી હતી. અમારે ત્યાં જમવાની પણ મુશ્કેલી હતી, અમે વધેલુ જમવાનુ શોધીને ખાતા હતા.'

ઘરેથી ભાગીને આવી હતી રાખી
રાખીએ એ પણ જણાવ્યુ કે તે ફિલ્મી દુનિયા માટે ઘરેથી ભાગીને આવી હતી. તે કહે છે કે તેણે જે કંઈ પણ કર્યુ છે તે પોતાના દમ પર કર્યુ છે. હાલમાં રાખીનુ કહેવુ છે કે તે એક એનઆરઆઈ સાથે લગ્ન કરી ચૂકી છે. જો કે તેના પતિ અત્યાર સુધી દુનિયા સામે નથી આવ્યા. પરંતુ રાખી રોજિંદા નિવેદનોથી સમાચારોમાં છવાયેલી રહે છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
