રામગોપાલ વર્માએ માં સરસ્વતીના ફોટા સાથે કરી છેડછાડ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડના નિર્માતા-નિર્દેશક રામ ગોપાલ વર્મા વારંવાર વિવાદોમાં સપડાય છે, ક્યારેક વળી તેઓ જાણી-જોઇને વિવાદ ઊભો કરતાં હોય એવું પણ લાગે. ક્યારેક વિવાદિત નિવેદનો, તો ક્યારેક વિવાદિત ફોટો. હવે તેમણે માં સરસ્વતીની છબિ સાથે છેડછાડ કરી વિવાદ ઊભો કર્યો છે. રામ ગોપાલ વર્માએ ટ્વીટર પર માં સરસ્વતી નો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેમના હાથમાં વીણાની જગ્યાએ આંધ્ર પ્રદેશ નો નકશો મુકવામાં આવ્યો છે. તેમણે બે વાર આ તસવીર પોસ્ટ કરી છે.

ram gopal verma

રામ ગોપાલ વર્મા પણ મૂળ આંધ્ર પ્રદેશના છે. સોશિયલ મીડિયા પર આંધ્ર પ્રદેશના નકશાનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, જેની પર લોકો રોષભરી ટિપ્પણીઓ કરી રહ્યાં છે. એવામાં રામ ગોપાલ વર્માએ આ નકશાને માં સરસ્વતીના હોથમાં વીણાની જગ્યાએ ફિટ કરી લખ્યું છે કે, હું બહુ ખુશ છું કે આ મહાન દેવી આંધ્ર પ્રદેશ પર પોતાની કૃપા વરસાવી રહી છે. તેમણે બીજી વાર એ જ તસવીર પોસ્ટ કરતાં લખ્યું કે, મેં માં સરસ્વતીને આ પહેલાં ક્યારેય આટલાં ખુશ નથી જોયાં, ત્યારે પણ નહીં જ્યારે એમના હાથમાં વીણા હતી.

અહીં વાંચો - મહિલાઓ માટે સારા સમાચાર, ડિસકાઉન્ટ પર નહીં લાગે VAT!

દેવી સરસ્વતીની તસવીર સાથે આવી છેડછાડ થયેલી જોઇ ઘણા લોકો રામ ગોપાલ વર્માથી નારાજ થયા છે અને તેમની પર રોષભરી ટિપ્પણીઓ કરી રહ્યાં છે. ટ્વીટર પર આ બદલ તેમની ખૂબ આલોચના થઇ, ઘણાએ તેમને સુધરવાની સલાહ પણ આપી. જો કે આ પહેલો આવો વિવાદ નથી, આ પહેલાં પણ જલ્લીકટ્ટુ પર તેમણે વિવાદાસ્પદ ટ્વીટ કરતાં લખ્યું હતું કે, જે લોકો આ રમતનું સમર્થન કરી રહ્યાં છે, તેમની પાછળ 10 સાંઢ છોડી દેવા જોઇએ.

twitter
English summary
Ram Gopal Verma has again managed to draw flak on social media for his posts on the map of Andhra Pradesh, which has drawn a lot of attention online after a Reddit post went viral.
Please Wait while comments are loading...