રામલીલા મારા માટે બહુ મોટી તક : રીચા ચડ્ઢા
મુંબઈ, 11 જૂન : ફિલ્મ નિર્માતા સંજય લીલા ભાનુશાળીની રામલીલા ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવતાં અભિનેત્રી રીચા ચડ્ઢા કહે છે કે રામલીલા તેમના માટે એક સ્વપ્ન સાચુ થવા જેવું છે. તેમણે જણાવ્યું કે તેમને આટલી જલ્દી ભાનુશાળી સાથે કામ કરવાની તક મળી ગઈ કે જે તેમના માટે બહુ મહત્વની બાબત છે.

રીચાએ એક વાતચીતમાં જણાવ્યું - હકીકતમાં રામલીલા મારા માટે બહુ મોટી તક છે. હું ફિલ્મ અંગે વધુ વાત નથી કરી શકતી, પણ મને લાગે છે કે લોકો ભાનુશાળીની ફિલ્મનો ભાગ બનવા માટે પોતાનું આખું જીવન પસાર કરી દે છે અને મને પોતાના કૅરિયરની શરુઆતમાં જ આ તક મળી ગઈ. મને લાગે છે કે હું બહુ જ ભાગ્યશાળી છું કે લોકો મને સ્વીકારી રહ્યાં છે અને હું બહુ ખુશ ચું.
રીચા ચડ્ઢા છેલ્લે અનુરાગ કશ્યપ દિગ્દર્શિત ગૅંગ્સ ઑફ વાસેપુર ફિલ્મમાં દેખાયા હતાં કે જેમાં તેમણે નગ્મા ખાતૂનનો રોલ કર્યો હતો. રીચા ટુંકમાં જ ફુકરે ફિલ્મમાં પણ આવી રહ્યાં છે. રામલીલા ફિલ્મમાં રણવીર સિંહ તથા દીપિકા પાદુકોણે મુખ્ય ભૂમિકામાં છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
