For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : રામલીલાનું ટ્રેલર આઉટ : મળો દેસી રોમિયો-જૂલિયટને

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 17 સપ્ટેમ્બર : જાણીતા નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળીની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામલીલાનું ટ્રેલર આઉટ થઈ ગયું છે. ફરી એક વાર આતંકના સાયે પ્રણય-કથાને પડદે ઉતારવાનો પ્રયન્ત કર્યો છે ભાનુશાળીએ. ફિલ્મનો ફર્સ્ટ લુક ખૂબ પ્રભાવશાળી છે. ફિલ્મ નખત્રાણા નામના ગામની કથા છે કે જેમાં બે કટ્ટર હરીફ પરિવારો વચ્ચે બે યુવાન દિલોને મહોબ્બત થઈ જાય છે.

ફિલ્મનું કૉન્સેપ્ટ તો જૂનું છે, પણ તેને ભવ્ય અને કળાત્મક રંગત સાથે સંવારવાનો પ્રયત્ન કર્યો છે એસએલબીએ કે જે ફર્સ્ટ લુકમાં દેખાઈ આવે છે. ફિલ્મમાં ગુજરાતી બૅકગ્રાઉંડમાં રચાયેલી રોમિયો-જૂલિયેટની વાર્તા છે કે જેનો અંત દુઃખદ જ થવાની આશા છે. હાલ તો ફર્સ્ટ લુકમાં જ દીપિકા પાદુકોણે ખૂબ જ પ્રભાવશાળી લાગે છે, તો રણવીર સિંહ પણ બહુ સારા દેખાય છે.

રામલીલા ફિલ્મ આગામી 15મી નવેમ્બરે રિલીઝ થવાની છે. ફર્સ્ટ લુકમાં રણવીર-દીપિકા એક-બીજા સાથે આકાશ તરફ જોઈ રહ્યાં છે. રણબીરએ કોઇક યોદ્ધાની જેમ ધોતી પહેરેલા છે, પણ ઉપર તેમણે કશુય પહેર્યું નથી, તો દીપિકા પાદુકોણે એક ભારે લહેંગામાં છે અને બહેતરીન લાગી રહ્યાં છે. બંનેના પગ પાસે બંદૂકોનો જત્થો ખડકાયેલો છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો અને જોઇએ ટ્રેલર :

રામલીલાનો ફર્સ્ટ લુક

રામલીલાનો ફર્સ્ટ લુક

એસએલબી પુનઃ ચર્ચામાં છે પોતાની આવનાર ફિલ્મ રામલીલા અંગે. તેનો ફર્સ્ટ લુક આઉટ થયો છે કે જે પ્રભાવશાળી છે.

39 કિલોનો લહેંગો

39 કિલોનો લહેંગો

ફર્સ્ટ લુકમાં દીપિકાએ એક ખૂબ જ સુંદર લહેંગો પહેર્યો છે કે જે 39 કિલોનો કહેવાય છે.

અગાઉ કરીના હતાં

અગાઉ કરીના હતાં

એસએલબીની આ ફિલ્મમાં અગાઉ કરીના કપૂરને લેવાયા હતાં, પરંતુ લગ્ન બાદ તેમણે આ ફિલ્મ છોડી દીધી હતી.

દીપિકા કરે છે હોમવર્ક

દીપિકા કરે છે હોમવર્ક

દીપિકા પોતાના રોલને બહેતર બનાવવા માટે ઘરેથી બહુ હોમવર્ક કરીને આવે છે. તેથી તેમને રીટેક લેવાની જરૂર નથી પડતી.

ફર્સ્ટ લુક ઇમ્પ્રેસિવ

સરવાળે ફિલ્મનો ફર્સ્ટ લુક ખૂબ જ રોમાંચક અને રસપ્રદ છે. ફિલ્મ દેસી રોમિયો-જૂલિયેટની વાર્તા છે.

English summary
Sanjay Leela Bhansali's most-awaited movie Ram Leela's official trailer has finally hit the net. And in one word, this one is just awesome.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X