Diwali Party: રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં ઉમટ્યુ આખુ બૉલિવુડ, કેટરીનાએ લૂંટી મહેફિલ, જુઓ Video
Ramesh Taurani Diwali Party: ગઈકાલે રાતે પ્રખ્યાત નિર્માતા રમેશ તૌરાનીએ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું અને આ પ્રસંગે ઘણા સેલેબ્સ પાર્ટીમાં સામેલ થયા હતા. ઘણી હસ્તીઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
બૉલિવુડમાં હાલમાં દિવાળીની પાર્ટીની ધૂમ જોવા મળી રહી છે. મનીષ મલ્હોત્રા બાદ હવે રમેશ તૌરાનીના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ઘણા સ્ટાર્સ સજી-ધજીને પહોંચી ગયા હતા. બૉલિવુડ સ્ટાર્સે પાર્ટીમાં ટ્રેડિશનલ લુક કેરી કર્યો હતો.

પ્રખ્યાત બૉલિવુડ એક્ટર ઋતિક રોશનની પિતરાઈ બહેન પશ્મિના રોશને પોતાની સુંદરતાથી પાર્ટીની ચમક વધારી દીધી હતી. તે લાલ રંગના લહેંગામાં જોવા મળી હતી. પશ્મિના રોશનની સુંદરતા જોઈને લાગે છે કે તે પણ જલ્દી બૉલિવુડમાં એન્ટ્રી કરી શકે છે.
રિતેશ અને જેનેલિયા હંમેશની જેમ એકસાથે સુંદર લાગી રહ્યા હતા. તે બંને સફેદ આઉટફિટમાં જોડિયા હતા. જેનેલિયાએ વ્હાઇટ ટૉપ સાથે લહેંગા પહેર્યો હતો, તો રિતેશ પણ ઑફ-વ્હાઇટ શેરવાની લુક પહેર્યો હતો. બંને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
દિવાળી પાર્ટીમાં કેટરિના કૈફના લુકે સમગ્ર લાઈમલાઈટ લૂંટી લીધી હતી. આ પાર્ટીમાં કેટરિના કૈફ એકલી આવી હતી, પરંતુ તેનો એકલો લુક જબરજસ્ત હતો. આ પાર્ટીમાં અભિનેત્રીએ બ્રાઉન ફ્લોરલ પ્રિન્ટનો લહેંગા પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ એકલો જ પહોંચ્યો હતો. તેની સાથે તેમની પત્ની કિયારા અડવાણી જોવા મળી ન હતી. પાર્ટીમાં અભિનેતાએ કાળો કુર્તો અને સ્ટડેડ જેકેટ પહેર્યું હતું. આ લુકમાં એક્ટર ખૂબ જ હેન્ડસમ લાગતો હતો.
આ પાર્ટીમાં બૉલિવુડની જાણીતી અભિનેત્રી નુસરત ભરૂચા પણ પહોંચી હતી. એક્ટ્રેસે ઓરેન્જ કલરનો લહેંગા પહેર્યો હતો, જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી હતી. અભિનેત્રીએ તેના ડીપ નેક બ્લાઉઝ સાથે લહેંગા પહેર્યો હતો.
કપૂર પરિવારની દીકરી અને જ્હાન્વી કપૂરની પિતરાઈ બહેન શનાયા કપૂર પોતાના માતા-પિતા સાથે આ દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. શનાયાએ લહેંગા પહેર્યો હતો, તેની માતાએ લાલ સૂટ પહેર્યો હતો અને પિતા સંજય કપૂરે ગ્રીન કુર્તો પહેર્યો હતો.
ગોવિંદાએ પણ રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં પરિવાર સાથે હાજરી આપી હતી. આ પ્રસંગે તેની પત્ની અને બાળકો તેમને ટેકો આપવા હાજર હતા. આખો પરિવાર બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો.
સૈફ અલી ખાનનો મોટો દીકરો ઈબ્રાહિમ અલી ખાન પણ રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં ગયો હતો. આ પાર્ટી માટે તેણે જાંબલી રંગના એથનિક જેકેટ સાથે સફેદ પેન્ટ પહેર્યું હતું. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે બિલકુલ તેના પિતા જેવો જ દેખાય છે.
બૉલિવુડનું ફેમસ કપલ કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ આ દિવાળી પાર્ટીમાં હાજરી આપવા માટે સાથે આવ્યા હતા. કૃતિએ ગ્રે કલરનો લહેંગા અને પુલકિત સમ્રાટે બ્લેક કલરનો કુર્તો પહેર્યો હતો. બંને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
આ દિવાળી પાર્ટી સલમાન ખાન વિના તો અધૂરી જ રહે. આ પ્રસંગે સલમાન ખાન પીળા શર્ટ અને બ્રાઉન જીન્સમાં જોવા મળ્યો હતો. તે પોતાના સ્વેગ સાથે દેખાયો અને લોકોને ચોંકાવી દીધા.












Click it and Unblock the Notifications
