લૉકડાઉનમાં રણબીર કપૂર બન્યા આલિયાના હેર સ્ટાઈલિસ્ટ, કરણ જોહરે કહ્યું કે...

લૉકડાઉનમાં રણબીર કપૂર બન્યા આલિયાના હેર સ્ટાઈલિસ્ટ

થોડા દિવસો પહેલા આલિયા ભટ્ટે પોતાની નવી હેરકટ લુક સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને લખ્યું હતું, 'મેરા મલ્ટીટેલેન્ટેડ, બેહદ પસંદીદા શખ્સ' આ પોસ્ટથી બધાએ અંદાજો લગાવી લીધો હતો કે આલિયા પોતાના બૉયફ્રેન્ડ રણબીર કપૂરની વાત કરી રહી છે. હવે કરણ જોહરે પણ એક ઈન્સ્ટાગ્રામ લાઈવ દરમિયાન આ વાતનો ખુલાસો કરી દીધો છે.

કરણે પોતાની મા અને બાળકોની સાથે ફેન્સ માટે એક ઈન્સ્ટાગ્રામ લાઈવ સેશન રાખ્યું હતું. આ સેશનમાં એક યૂઝરે કરણને આલિયાને લઈ એક સવાલ કર્યો. તો કરણ જોહરે કહ્યું કે, આલિયા મારી દીકરી છે અને લૉકડાઉનમાં તે બહુ ખુશ છે અને રણબીરે તેના હેરકટ કર્યા છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ

અગાઉ પણ લૉકડાઉન દરમિયાન રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એકસાથે સ્પૉટ થયા હતા. અને રિપોર્ટ્સ મુજબ બંને લિવ ઈનમાં રહી રહ્યા છે. આલિયા-રણબીર ક્યારેયપણ એકબીજા માટે પોતાના પ્રેમને દેખાડવાથી પાછળ નથી હટતા. અવોર્ડ શોમાં પણ બંને એક બીજાને સફળતા માટે ક્રેડિટ આતા જોવા મળતા હતા. જ્યારે ઋષિ કપૂરના નિધન દરમિયાન આલિયા ભટ્ટ દર વખતે કપૂર પરિવાર સાથે જ દેખાણી હતી.

આલિયા ભટ્ટની હેરકટ

આલિયા ભટ્ટની હેરકટ

આલિયા ભટ્ટે પોતાની નવી હેરકટ સાથે આ તસવીર શેર કરી હતી. જેના પર લોકોએ રણબીરને ટ્રોલ પણ કર્યો હતો કે તેણે મા સાથે રહેવું જોઈએ.

લિવ ઈન

લિવ ઈન

અહેવાલો મુજ રણબીર- આલિયા હાલ લિવ ઈનમાં રહે છે. જ્યારે હવે કરણ જોહરના નિવેદનથી આ તરફ ઈશારો કર્યો છે. બંને કલાકાર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

તસવીર વાયરલ થઈ

તસવીર વાયરલ થઈ

પાછલા વર્ષે આ તસવીર આલિયાના જન્મદિવસના અવસર પર નતાશા પૂનાવાલાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી. પછી શું.. જોતજોતાામં આ ક્યૂટ તસવીર વાયરલ થઈ ગઈ.

સાથે જ ન્યૂ યર મનાવ્યું

સાથે જ ન્યૂ યર મનાવ્યું

ન્યૂ યરના અવસર પર આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અયાન મુખરજી સાથે કોઈ દૂર દ્વીપ પર રજા માણી રહી હતી, જ્યાંથી આલિયાએ પોતાની, અયાન અને રણબીરની એક સુંદર તસવીર શેર કરી હતી.

કપૂર પરિવારનું ક્રિસમસ સેલિબ્રેશન

કપૂર પરિવારનું ક્રિસમસ સેલિબ્રેશન

કપૂર પરિવારના આ ક્રિસમસ સેલિબ્રેશનમાં પોતાના કથિત બૉયફ્રેન્ડ રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટ પણ સામેલ થઈ.

આલિયા-રણબીરના લગ્ન

આલિયા-રણબીરના લગ્ન

પાછલા કેટલાક મહિનાથી રણબીર- આલિયાની સગાઈ અને લગ્નના સમાચાર ચર્ચામાં હતા. પરંતુ આ વિશે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

બ્રહ્માસ્ત્ર

બ્રહ્માસ્ત્ર

હાલ બંને સ્ટાર અયાન મુખરજીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે, જે આ વર્ષના અંતમાં રિલીઝ થનાર છે. ફિલ્મનું શૂટિંગ હજી ચાલી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X