લગ્ન પછી છૈયા-છૈયા પર જોરદાર નાચ્યા આલિયા-રણબીર, Video થયો વાયરલ

લગ્ન પછી જે રીતે આલિયા-રણબીરના અલગ-અલગ વીડિયો અને ફોટા સામે આવી રહ્યા છે તેને જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ રહ્યા છે.

મુંબઈઃ બૉલિવુડની સૌથી ચર્ચિત જોડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટે છેવટે લગ્ન કરી લીધા છે. બંનેએ 14 એપ્રિલના રોજ નજીકના સંબંધીઓ અને દોસ્તો વચ્ચે મુંબઈમાં લગ્ન કર્યા. લગ્ન પછી બંનેના ફોટા સોશિયલ મીડિયા પર છવાઈ ગયા અને સહુ કોઈ બંનેને લગ્નની શુભેચ્છાઓ આપવા લાગ્યા. રણબીર અને આલિયા લગ્નના જોડામાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. બંનેના લગ્ન હાલમાં સૌથી વધુ ચર્ચાનો વિષય છે. લગ્ન પછી જે રીતે અલગ-અલગ વીડિયો અને ફોટા સામે આવી રહ્યા છે તેને જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ રહ્યા છે.

છૈયા-છૈયા પર સાથે થિરક્યા

છૈયા-છૈયા પર સાથે થિરક્યા

આલિયા અને રણબીરનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં બંને ડાંસ કરતા દેખાઈ રહ્યા છે. રણબીર અને આલિયા શાહરુખની ફિલ્મના ગીત છૈયા-છૈયા પર ડાંસ કરી રહ્યા છે. બંનેનો આ ડાંસ લોકોના દિલને જીતી રહ્યો છે. મુંબઈ સ્થિત ઘરમાં આલિયા અને રણબીરે લગ્ન કર્યુ, બંને લગ્ન પછી મીડિયા સામે આવ્યા અને ફોટા પડાવ્યા. એટલુ જ નહિ મીડિયા સામે રણબીરે આલિયાને ખોળામાં ઉઠાવી લીધી.

જોરદાર નાચ્યા

જોરદાર નાચ્યા

લગ્ન પછી આલિયા અને રણબીર છૈયા-છૈયા ગીત પર જોરદાર નાચ્યા, બંનેના ડાંસનો આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે વીડિયોમાં રણબીરે સફેદ કુર્તા-પાયજામા ઉપર પિંક કલરની કોટી પહેરી છે જ્યારે આલિયા ભટ્ટે ગુલાબી રંગનુ સૂટ પહેર્યુ છે. જે સુંદરતા સાથે બંને આ ગીત પર ડાંસ કરી રહ્યા છે, તે લોકોને ખૂબ જ ગમી રહ્યુ છે.

સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટા

સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટા

આલિયા ભટ્ટે પણ છેવટે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નના ફોટો શેર કર્યા છે. આલિયાએ પતિ રણબીર સાથેનો સુંદર ફોટો શેર કરીને લખ્યુ, આજે પોતાના પરિવાર અને દોસ્તો વચ્ચે ઘરમાં પોતાની સૌથી મનગમતી જગ્યા, જ્યાંની બાલકની પર અમે 5 વર્ષ સાથે પસાર કર્યા, ત્યાં લગ્ન કર્યા. અમે પહેલા જ ઘણી યાદો એકબીજા સાથે બનાવી છે. હવે આગળ વધુ સુંદર યાદો બનાવવાની સફર શરુ થઈ રહી છે. અમે ઘણી ફિલ્મો સાથે જોઈ, એકસાથે હસ્યા, લડાઈ પણ કરી, આ બધુ ખૂબ જ સુંદર રહ્યુ.

ફેન્સનો માન્યો આભાર

ફેન્સનો માન્યો આભાર

આલિયા ભટ્ટે તમામ ફેન્સનો આભાર માન્યો. તેણે લખ્યુ, તમારા પ્રેમ માટે ખૂબ આભાર, તમારા પ્રેમના કારણે આ પળ અમારા માટે વધુ યાદગાર બની ગઈ. પ્રેમ, રણબીર-આલિયા. આલિયાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ડીપી પણ બદલી દીધો છે. તેણે પતિ રણબીર સાથે લગ્ન પછીનો પોતાનો પહેલો ફોટો ડીપીમાં મૂક્યો છે. બંનેના ફોટાને લગભગ એક કરોડ લોકોએ લાઈક કર્યો છે અને આના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X