Pics : અમિતાભ-સન્ની બાદ હવે રણબીરને નચાવશે યો યો હની સિંહ
મુંબઈ, 10 માર્ચ : યો યો હની સિંહ હવે રૉકસ્ટાર રણબીર કપૂરને પણ નચાવવાની તૈયારી કરી રહ્યાં છે. બૉલીવુડમાં શાહરુખ ખાનથી લઈ સન્ની લિયોન અને અમિતાભ બચ્ચન સુધીને પોતાના રૅપ સૉંગ વડે ડોલાવનાર હની સિંહ હવે અને ફિલ્મ નિર્માતા ભૂષણ કુમારની આગામી ફિલ્મ રૉયમાં એક ગીત માટે અભિનેતા રણબીર કપૂર સાથે કદમતાલ મેળવતા દેખાઈ શકે છે.
ભૂષણ કુમારે આઈએએનએસ સાથે વાતચીતમાં જણાવ્યું - હની સિંહ સાથે મારો ખૂબ જ નજીકનો સંબંધ છે. તાજેતરમાં જ તેમણે અમારી માટે ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મમાં એક ગીત ગાયું છે અને અમિતાભ બચ્ચન સાથે ઠુમકા લગાવ્યાં છે. અમે રણબીર કપૂર તથા હની સિંહ સાથે એક ગીત ફિલ્માવવાં અંગે વિચારી રહ્યાં છીએ, પણ હજી કંઈ નક્કી નથી.
ટી સિરીઝના પ્રમુખ ભૂષણ કુમારે જણાવ્યું - હાલ હું કોઈ પણ ખુલાસો કરવાની પરિસ્થિતમાં નથી. આ અંગે કંઈ પણ કહેવું હાલ ઉતાવળિયુ ગણાશે. જોકે રૉય ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થવાનું છે. ફિલ્મના મોટાભાગના દૃશ્યો દક્ષિણ આફ્રીકા તેમજ મુંબઈમાં શૂટ કરવામાં આવશે.
ચાલો હાલ તો આપને બતાવીએ હની સિંહ સાથે ડોલી ચુકેલા અભિનેતાઓની તસવીરી યાદી :

રૉકસ્ટાર-રૅપર
યો યો હની સિંહ હવે રૉકસ્ટાર રણબીર કપૂરને નચાવવાની તૈયારી કરી રહ્યાં છે. બૉલીવુડમાં શાહરુખ ખાનથી લઈ સન્ની લિયોન અને અમિતાભ બચ્ચન સુધીને પોતાના રૅપ સૉંગ વડે ડોલાવનાર હની સિંહ હવે અને ફિલ્મ નિર્માતા ભૂષણ કુમારની આગામી ફિલ્મ રૉયમાં એક ગીત માટે અભિનેતા રણબીર કપૂર સાથે કદમતાલ મેળવતા દેખાઈ શકે છે.

ભૂતનાથ રિટર્ન્સ
હની સિંહે તાજેતરમાં જ ભૂષણ કુમારની જ ફિલ્મ ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મમાં કમ પાર્ટી... સૉંગ ઉપર અમિતાભ બચ્ચન સાથે ઠુમકા લગાવ્યાં છે.

રાગિણી એમએમએસ 2
હની સિંહે એકતા કપૂર નિર્મિત અને સન્ની લિયોન અભિનીત રાગિણી એમએમએસ 2 માટે ચાર બોતલ વોડકા... ગીત ગાયું છે.

યારિયાં
હની સિંહે યારિયાં ફિલ્મમાં ગાયેલું શાની શાની... ગીત પણ ખૂબ જ લોકપ્રિય બન્યું છે. આ ફિલ્મ દિવ્યા કુમાર ખોસલાની હતી.

ડેઢ ઇશ્કિયા
હની સિંહે આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ડેઢ ઇશ્કિયામાં હોર્ન ઓકે પ્લીઝ... ગીત ગાયું. હવે આ ફિલ્મના નિર્માતા વિશાલ ભારદ્વાજ અને દિગ્દર્શક અભિષેક ચૌબે હતાં.

બૉસ
હની સિંહે ગત વર્ષે બૉસ ફિલ્મમાં પાર્ટી ઑલ નાઇટ... ગીત ગાયું અને અક્ષય કુમાર તથા સોનાક્ષી સિન્હાને મનમૂકીને નચાવ્યા હતાં.

ચેન્નઈ એક્સપ્રેસ
હની સિંહ એમ તો જાણીતા ગાયક હતાં જ, પરંતુ ગત વર્ષે ચેન્નઈ એક્સપ્રેસ માટે ગાયેલું લુંગી ડાન્સ... ગીત ઝડપથી લોકપ્રિય બન્યું અને હની લાઇમલાઇટમાં આવી ગયાં. આ ગીતે બૉલીવુડમાં હની સિંહનુ ગાડુ દોડાવી દીધું છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
