5 ગર્લફ્રેન્ડ...ચર્ચાસ્પદ બ્રેકઅપ અને હવે કરશે અરેન્જ મેરેજ!
રણબીર કપૂર પોતાની ફિલ્મો કરતાં પણ વધારે લવ અફેર્સ અને બ્રેકઅપને કારણે ચર્ચામાં રહ્યાં છે. દીપિકા પાદુકોણ હોય કે કેટરિના કૈફ, આજે પણ રણબીર કપૂર પાછળ પાગલ છે, પરંતુ રણબીર તમામ હસીનાઓને છોડી આખરે અરેન્જ મેરેજ કરવા જઇ રહ્યાં છે. એક લીડિંગ વેબ પોર્ટલ દ્વારા આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.
રણબીરનું કેટરિના અને દીપિકા સાથેનું રિલેશન ખૂબ ચર્ચાસ્પદ રહ્યું હતું, એનાથી પણ વધુ ડ્રામેટિક અને ચર્ચાસ્પદ રહ્યું બ્રેકઅપ. કહેવાય છે કે, રણબીરના માતા નીતૂને આ બેમાંથી કોઇ સાથે રણબીરનું રિલેશન પસંદ નહોતું.

લંડનની છે યુવતી
જે યુવતી સાંવરિયા કપૂરની લાઇફ પાર્ટનર બનવા જઇ રહી છે, તે લંડનની રહેવાસી છે. સૂત્રો અનુસાર નીતૂ કપૂર થોડા દિવસો પહેલાં જ લંડન ગયા હતા અને ત્યાં રણબીર માટે યુવતી પંસદ કરીને આવ્યા છે. રણબીર કપૂર માટે નીતૂ એવી યુવતી ઇચ્છતા હતા, જે ખૂબ હાઇ-ફાઇ ન હોય અને રણબીરનું ધ્યાન રાખે. લંડનમાં નીતૂની આ શોધ પૂરી થઇ છે, આ યુવતી લંડનના ખૂબ જાણીતા ફેમિલીથી બિલોન્ગ કરે છે અને નીતૂને ખૂબ પસંદ છે.

કેટરિના-દીપિકાને મળ્યો શોક
કપૂર ફેમિલીના એલિજિબલ બેચલર રણબીર કપૂરના અત્યાર સુધીમાં પાંચ અફેર થઇ ચૂક્યાં છે. બ્રેકઅપ બાદ તુરંત નવું રિલેશન રણબીર માટે જાણે કોઇ નવી વાત નહોતી, આખરે કેટરિના સાથેના બ્રેકઅપ બાદ નીતૂએ મામલો પોતાના હાથમાં લઇ લીધો છે. કેટરિના, દીપિકા સહિત બોલિવૂડની તમામ હોટ એક્ટ્રેસિસ તથા ફીમેલ ફેન્સ માટે આ ખબર એક શોક સમાન છે. રણબીરના 5 અફેર અંગે જાણો અહીં..

રણબીર અને અવંતિકા મલિક
અવંતિકા મલિક જે હવે ઇમરાન ખાનની પત્ની છે, તે પોતાના લગ્ન પહેલાં રણબીરની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. કહેવાય છે કે, અવંતિકા જ્યારે 'જસ્ટ મોહબ્બત' શોનું શૂટિંગ કરી રહી હતી, ત્યારે રણબીર તેની પર ફિદા થઇ ગયા હતા. રણબીર વારેવારે અવંતિકાને મળવા શોના સેટ પર પહોંચી જતા હતા, પરંતુ આખરે અવંતિકાએ ઇમરાન ખાન સાથે લગ્ન કરી લીધા હતા.

રણબીર કપૂર અને સોનમ કપૂર
રણબીરની બીજી ગર્લફ્રેન્ડ બની સોનમ કપૂર. જો કે, આ બંન્ને આજ સુધી તેમના અફેરને અફવામાં જ ખપાવે છે. આ બંન્નેએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'સાંવરિયા'થી ડેબ્યૂ કર્યું હતું. આ પહેલાં બંન્ને ફિલ્મ 'બ્લેક' માટે બંન્ને સંજયને અસિસ્ટ કરી રહ્યાં હતા. આ સમય દરમિયાન બંન્ને નજીક આવ્યા હતા, પરંતુ બંન્નેએ ક્યારેય આ વાત એક્સેપ્ટ નથી કરી.

રણબીર અને નંદિતા મેહતાની
નંદિતા મહેતાની બિઝનેસમેન સંજય કપૂરની પહેલી પત્ની છે. સંજયે નંદિતાને છોડી કરિશ્મા કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ ફેમિલિ કનેક્શનને કારણે અને કોમ્પ્લિકેશન ટાળવા માટે આ વાત બહાર આવવા દેવામાં નહોતી આવી. જો કે, આ અફેર લાંબો સમય ચાલ્યો નહોતો.

રણબીર અને દીપિકા
રણબીરની લાઇફના સૌથી ચર્ચિત અફેરમાંનું એક. 'બચના એ હસીનો' ફિલ્મ દરમિયાન બંન્ને નજીક આવ્યા હતા. દીપિકા રણબીર સાથેના રિલેશનને લઇને ખૂબ સિરિયસ હતી, તેણે પોતાની ડોક પર રણબીરના નામનું ટેટૂ કરાવ્યું હતું, જે આજે પણ દીપિકાએ કઢાવ્યું નથી. બ્રેકઅપ બાદ દીપિકા પાદુકોણ ડિપ્રેશનમાં સરી પડી હતી.

રણબીર અને કેટરિના
ફિલ્મ 'અજબ પ્રેમ કી ગઝબ કહાની'ના શૂટિંગ દરમિયાન આ બંન્ને નજીક આવ્યા હતા અને 'જગ્ગા જાસૂસ' ફિલ્મની શૂટિંગ દરમિયાન બંન્નનું બ્રેકઅપ થઇ ગયું. સલમાન સાથેની ગાઢ મિત્રતા તોડી કેટરિનાએ રણબીરનો હાથ પકડ્યો અને આ કરાણે જ રણબીરનું દીપિકા સાથે બ્રેકઅપ થયું હતું. રણબીર-કેટરિનાના બ્રેકઅપ પણ ખૂબ ચર્ચાસ્પદ રહ્યું હતું, ત્યાર બાદ સીધી રણબીરના અરેન્જ મેરેજની ન્યૂઝ આવી છે.
{promotion-urls}