મહેંદીથી લઈને લગ્ન સુધી, રણબીર-આલિયાના વેડિંગ ફંક્શનની ડેટ આવી સામે, જુઓ આખુ લિસ્ટ
મુંબઈઃ બૉલિવુડમાં હાલમાં ચારે તરફ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા છે. મીડિયા રિપોર્ટસની માનીએ તો આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આવતા સપ્તાહે લગ્નનના બંધનમાં બંધાવાના છે. રણબીર-આલિયાના લગ્ન 15 એપ્રિલે થશે. રણબીર-આલિયાએ મળીને મહેંદી, હલ્દી અને સંગીત સમારંભ સહિત લગ્નના દરેક ફંક્શનની યોજના બનાવી છે. રિપોર્ટ મુજબ લગ્નના ફંક્શન 13 એપ્રિલથી શરુ થઈને 15 એપ્રિલ સુધી ચાલશે. આવો, જાણીએ રણબીર કપૂર-આલિયા ભટ્ટના વેડિંગ ફંક્શનની બધી તારીખ.

રણબીર કપૂર -આલિયા ભટ્ટના લગ્ન - જાણો ક્યા દિવસે શું થશે?
- 13 તારીખે મહેંદી ફંક્શન - આલિયા ભટ્ટના ઘર બાંદ્રા(વાસ્તુ)માં આલિયા ભટ્ટ માટે મહેંદી સેરેમની થશે. વળી, રણબીર કપૂર અને તેમના પરિવારનુ મહેંદી ફંક્શન આરકે હાઉસમાં થશે.
- 14 તારીખે આલિયા ભટ્ટના ઘરે વાસ્તુમાં હલ્દી અને સંગીતનુ ફંક્શન થશે.
- 15 તારીખના દિવસે લગ્ન થશે. લગ્ન પંજાબી રીતિ-રિવાજથી થશે.

16 એપ્રિલની સવારે લેશે આલિયા અને રણબીર સાત ફેરા
લગ્ન પંજાબી રીતિ રિવાજથી થશે. આલિયા અને રણબીર 15 તારીખની રાતે 2 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે એટલે કે 16 તારીખની સવારે સાત ફેરા લેશે. રણબીર અને આલિયાનના લગ્ન ચેમ્બૂરના આરકે હાઉસમાં ઋષિ કપૂર અને નીતુ કપૂરની જેમ જ થશે.

આલિયા અને રણબીર પોતાના લગ્નમાં શું પહેરશે?
આલિયા પોતાના લગ્નમાં મનીષ મલ્હોત્રી અને સબ્યચાસીના કપડા પહેરશે. જ્યારે રણબીર મનીષ મલ્હોત્રાના કપડા પહેરશે. બંને એકસાથે કેટલા સ્ટનિંગ લાગશે તેનો તમે અંદાજો લગાવી શકો છે. એ એક એવા લગ્ન છે જેની ફેન્સ આતુરતાથી જોઈ રહ્યા છે.

રણબીર-આલિયાના લગ્નમાં આવી શકે છે 450 મહેમાન
રણબીર-આલિયાના લગ્નમાં લગભગ 450 મહેમાન આવી શકે છે. ગેસ્ટ લિસ્ટમાં આટલા મહેમાનોને શામેલ કરવામાં આવશે. આમંત્રિત લોકોની સૂચિમાં કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂર સહિત જોડાના નજીકના સંબંધીઓ અને પરિવાર હશે. સાથે જ તેમના ખૂબ જ નજીકની મંત્રી મંડળી જેવીકે અયાન મુખર્જી, કરણ જોહર, આકાંક્ષા રંજન અને ઘણા અન્ય લોકો શામેલ હશે.

રણબીર અને આલિયાની રિસેપ્શન પાર્ટી
રણબીર આલિયા લગ્ન પછી એપ્રિલના અંતમાં પોતાના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો માટે એક રિસેપ્શન પાર્ટી આયોજિત કરવાનુ પણ પ્લાનિંગ કરી રહ્યા છે. જો કે, આની તારીખ હજુ સુધી નક્કી નથી.