Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રણબીરે કર્યો દીપિકાના ટેટૂ અંગે કટાક્ષ

મુંબઈ, 27 સપ્ટેમ્બર : રણબીર કપૂર અને દીપિકા પાદુકોણેના અફેરની ચર્ચાઓ ઘણાં વખતથી બૉલીવુડની સૌથી ફેવરિટ ગૉસિપ રહી છે. દીપિકા અને રણબીર વચ્ચેનો અફેર એટલો ઊંડો હતો કે દીપિકાએ પોતાની પીઠે આરકે ટૅટૂ સુદ્ધા ચિતરાવ્યુ હતું, પરંતુ રણબીર અને દીપિકા વચ્ચે બ્રેકઅપ બાદ ફરી એક વાર રણબીર પોતાના માટે નવી ગર્લફ્રેન્ડની શોધમાં છે.

Deepika-Ranbir

થોડાંક વખત અગાઉ જ સમાચાર આવ્યા હતાં કે રણબીર પોતાના માટે ગર્લફ્રેન્ડની શોધમાં છે. અહીં સુધી તો ઠીક હતું, પરંતુ તાજેતરમાં જ રણબીરે દીપિકાના તે જ ટેટૂને ટાર્ગેટ કર્યું છે અને તેને લઈને દીપિકા ઉપર પરોક્ષ રીતે કટાક્ષ કર્યો છે.

રણબીર કપૂરે જણાવ્યુ છે, ‘કારણ કે હું દરરોજ કોઈ નવી છોકરી સાથે લિંક હોઉ છું, તો મને લાગે છે કે પરમાનેંટ ટેટૂ બનાવી તેમાં નામ ચેંજ કરવાની જગ્યાએ પેન વડે છોકરીઓના નામો બદલવા બહેતર છે.' આ રીતે રણબીરે સ્પષ્ટ રીતે પોતાની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા ઉપર તીવ્ર કટાક્ષ કર્યો છે.

હવે રણબીરના આ કટાક્ષનો શો મતલબ છે, તે પણ અમે તમને જણાવી દઇએ. તાજેતરમાં જ દીપિકા પાદુકોણે ઝલક દિખલા જાના સેટે નજરે ચડી હતી અને તે વખતે તેમણે પોતાની પીઠ દેખાડી એવું બતાવ્યુ હતું કે જુઓ મારી પીઠે ટેટૂ નથી. આ જ મુદ્દે રણબીરે આજે દીપિકા ઉપર કટાક્ષ કરી જ નાંખ્યો.

હાલ તો રણબીર દરરોજ કોઈને કોઈ નવી એક્ટ્રેસ સાથે જોડાય છે અને બીજા દિવસે જુદાં થઈ જાય છે. તાજેતરમાં જ કેટરીનાના ફ્લેટમાંથી રાત્રે લગભગ 12 વાગ્યે રણબીરને નિકળતા જોવામાં આવ્યો હતો. આ ઉપરાંત અનુષ્કા શર્માની પાર્ટી દરમિયાન રણબીરને મોડી રાત્રે રિમી સેન સાથે બહાર આવતાં પણ જોવામાં આવ્યા હતાં તથા સૌથી વધુ નજીકની પળો તો તેમણે પોતાની રૉકસ્ટાર હીરોઇન નરગિસ ફખરી સાથે વિતાવી છે.

ખેર, હવે રણબીર આજના સુપરસ્ટાર કહેવાય છે, તો તેઓ જે પણ કહેશે, તે પોતાનામાં એક ખબર જ હશે. ગર્લફ્રેન્ડના ચેપ્ટરથી કંટાળી ચુકેલા રણબીર હવે પોતાના માટે એવી છોકરીની શોધમાં છે, જેનાથી તે લગ્ન કરી શકે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X