What! લગ્ન વગર ‘સાથે’ રહેશે રણબીર-કૅટરીના, મુંબઈમાં ફ્લૅટ ખરીદ્યો!!
મુંબઈ, 23 જૂન : એક્ટર રણબીર કપૂર તથા એક્ટ્રેસ કૅટરીના કૈફની શોધ અંતે સમાપ્ત થઈ ગઈ છે. બંને હવે સાથે રહેશે. મુંબઈમાં તેમને પોતાનું ડ્રીમ હોમ મળી જ ગયું. લવ બર્ડ રણબીર કપૂર તથા કૅટરીના કૈફે મુંબઈના બાંદ્રા ખાતે કાર્ટર રોડ ઉપર એક ફ્લૅટ ખરીદ્યો છે. બંને બૉલીવુડ સ્ટાર તાજેતરમાં જ જગ્ગા જાસૂસ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી ભારત ફર્યાં છે.
આ પણ વાંચો : રણબીર-કૅટ એક-દૂજે કે લિયે
ડેલી મિડ ડેની એક રિપોર્ટના જણાવ્યા મુજબ કૅટરીનાએ બાંદ્રા ખાતે એક ઘર ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અખબારના જણાવ્યા મુજબ કૅટે ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાના ઘર માટે મોટી ખરીદી કરી છે અને અનેક બૅગ સાથે પરત ફર્યાં છે. કૅટને પણ રસોઈ માટે બહુ સામાન ખરીદતા જોવામાં આવ્યા હતાં.
રિપોર્ટ મુજબ દક્ષિણ આફ્રીકામાં બંને એકાંતમાં રહેતા હતાં તથા તેઓ એક સાથે રહેવા માટે બહુ ઉત્સાહિત છે. જોકે રણબીર કપૂર હાલ લગ્ન કરવા તૈયાર નથી, પણ હવે ટુંકમાં જ બંને લિવ-ઇનમાં રહેવા લાગશે. નોંધનીય છે કે અગાઉ પણ એવા સમાચાર આવ્યા હતાં કે બંને સાથે રહેવા માંગે છે, પણ હવે બંનેએ પોતાનો ફ્લૅટ ખરીદ્યો છે. હવે બંને પોતાના પરિવારોથી અલગ એક નવા ફ્લૅટમાં રહેશે.
ચાલો હવે તસવીરો સાથે જોઇએ વધુ વિગતો :

ચર્ચિત જોડી
રણબીર કપૂર અને કૅટરીના કૈફ બૉલીવુડમાં આ તસવીરો લીક થયા બાદથી જ ચર્ચિત જોડી બની ગઈ છે.

સાથે-સાથે
રણબીર કપૂર અને કૅટરીના કૈફ મોટાભાગના ઇવેંટ્સમાં સાથે જ દેખાય છે અને એટલે જ તેમના લવ-અફૅરને વધુ હવા મળતી રહી છે.

કરીનાએ કહ્યું - ભાભી
કૉફી વિથ કરણ શોમાં કરીના કપૂરે કૅટરીના કૈફને ભાભી કહીને સંબોધતા આ જોડીને લઈને ચર્ચાઓ વધુ તેજ બની ગઈ હતી.

જગ્ગા જાસૂસમાં સાથે
રણબીર-કૅટ અજબ પ્રેમ કી ગઝબ કહાની બાદ હવે જગ્ગા જાસૂસ ફિલ્મમાં સાથે દેખાવાનાં છે.

મુંબઈમાં ફ્લૅટ ખરીદ્યો
જગ્ગા જાસૂસનું શૂટિંગ પૂર્ણ કરી કૅટ-રણબીર મુંબઈ આવી ગયાં છે અને કહે છે કે બંનેએ મુંબઈમાં એક ફ્લૅટ ખરીદ્યો છે.

સાથે રહેશે
એક રિપોર્ટ મુજબ કૅટ-રણબીર મુંબઈમાં નવા ખરીદેલા ફ્લૅટમાં પોતાના પરિવારોથી અલગ અહીં સાથે રહેશે.












Click it and Unblock the Notifications
