• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યે ઇશ્ક નહીં આસાં... રણબીર-કૅટની લવ-સ્ટોરીમાં છે આ ‘Six Risk’!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 જૂન : વિશ્વાસ ડગવો અને અસલામતીની લાગણી કોઈ પણ સંબંધને સમાપ્ત કરવા માટે કાફી છે. હાલમાં જ નરગિસ ફખરી તથા ઉદય ચોપરા વચ્ચેના બ્રેક-અપની અફવાઓ જોયા બાદ પ્રશ્ન ઊભો થાય છે કે ઉદય-નરગિસનું બ્રેક-અપ બૉલીવુડનુ છેલ્લુ બ્રેક-અપ છે?

નરગિસ-ઉદયનું બ્રેક-અપ માત્ર સમાચાર નથી. તેમનુ અફૅર સીક્રેટ રીતે ચાલતુ હતું અને અચાનક બ્રેક-અપના સમાચાર આવતા કન્ફ્યુઝન વધી ગયુ છે. નરગિસ-ઉદય એકમાત્ર એવા યુગલ નથી કે જેમનુ બ્રેક-અપ થયુ હોય. અગાઉ હૃતિક રોશન અને સુઝાન પણ આવા બ્રેક-અપનો ભોગ બની ચુક્યાં છે, તો શાહિદ કપૂર અને કરીના કપૂરનું બ્રેક-અપ પણ ચર્ચાસ્પદ રહ્યુ હતું.

ખેર, આજે અમે વાત કરી રહ્યાં છીએ રણબીર કપૂર અને કૅટરીના કૈફ વિશે કે જેઓ અજબ પ્રેમ કી ગઝબ કહાની ફિલ્મના સેટ ઉપર પ્રેમમાં પડ્યા હતાં. બંનેનો પ્રેમ પુરબહારમાં ખિલવાની વાત ત્યારે સામે આવી કે જ્યારે બંનેની અમુક વાંધાજનક તસવીરો લીક થઈ. પછી તો બંને વચ્ચેના ખટરાગના પણ સમાચારો આવ્યાં અને તાજેતરમાં જ બંનેએ ફ્લૅટ લેવા અંગેના પણ સમાચાર આવ્યા હતાં. જોકે રણબીરે એક ઇવેંટમાં સ્પષ્ટ કહ્યુ હતું કે તેમની લાઇફ જ રિયલિટી શો બની ગઈ હોય, તેવું તેમને લાગે છે.

ચાલો હાલ તો આપણે એ જોઇએ કે રણબીર-કૅટની લવ-સ્ટોરીમાં કયા-કયા કાંટાઓ નડી શકે ?

ચર્ચિત લવ-અફૅર

ચર્ચિત લવ-અફૅર

રણબીર કપૂર અને કૅટરીના કૈફ વચ્ચેનું લવ-અફૅર હાલમાં બૉલીવુડમાં સૌથી વધુ ચર્ચિત છે. ચાલો આગળ બતાવીએ તેમની લવ-લાઇફના છ કાંટાઓ.

‘ભૂત'નુ ભૂત

‘ભૂત'નુ ભૂત

રણબીર કપૂર અને કૅટરીના કૈફ બંનેના ભૂતકાળના ફ્રેન્ડ બૉલીવુડમાં છે જ. કૅટરીનાએ ચાર વરસ સુધી સલમાન ખાન સાથે ડેટિંગ કર્યુ હતું, તો રણબીર પણ દીપિકા સાથે રોમાંસ કરી ચુક્યાં છે. આમ ભૂતની હાજરી રણબીર-કૅટની લવ-લાઇફમાં મુશ્કેલી રૂપ બની શકે.

અસલામતી

અસલામતી

ગ્લૅમરસ ઇન્ડસ્ટ્રીમાં અસલામતી મોટો મુદ્દો છે. કહે છે કે કૅટરીના રણબીર ઉપર બાઝ નજર રાખે છે. એટલે જ તો કૅટે તાજેતરમાં જ શ્રીલંકા જઈ જગ્ગા જાસૂસના સેટની મુલાકાત લીધી હતી કે જ્યાં રણબીર શૂટિંગ કરતા હતાં.

ધ ફાઇટ ઓવર કો-સ્ટાર્સ

ધ ફાઇટ ઓવર કો-સ્ટાર્સ

જો તાજેતરની અફવાઓ સાચી હોય, તો કૅટ અને રણબીર વચ્ચે હૃતિક રોશનને લઈને બોલાચાલી થઈ હતી. જગ્ગા જાસૂસ માટે જ્યારે રણબીર સ્ટંટ કરતા હતાં, ત્યારે કૅટે જણાવ્યું કે આ સ્ટંટ બૅંગ બૅંગમાં હૃતિકે કર્યુ હતું. આ વાત રણબીરને ઍન્ગ્રી કરી ગઈ હતી.

ઇશ્કબાજ છબી

ઇશ્કબાજ છબી

સૌ જાણે છે કે રણબીર કપૂર ઇશ્કબાજની છબી ધરાવે છે. રણબીરે સૌ પ્રથમ અવંતિકા મલિક (હાલમાં ઇમરાન ખાનના પત્ની), પછી દીપિકા સાથે રોમાંસ કર્યો અને હાલમાં કૅટરીના સાથે રોમાંસ કરી રહ્યાં છે. કૅટ રણબીરનું ભૂતકાળ ન ભુલાવી શકે. એટલે જ તો કૅટનું જગ્ગા જાસૂસના સેટની મુલાકાત લેવામાં કોઈ આશ્ચર્ય નથી થતું. કૅટરીના આ વાતને સારી રીતે અનુભવી શકે છે કે જ્યારે અજબ પ્રેમ કી ગઝબ કહાનીના સેટ ઉપર પોતે રણબીરના પ્રેમમાં પડ્યાં, ત્યારે દીપિકાને કેવી તકલીફ થઈ હશે?

કમિટમેંટ પણ મુદ્દો

કમિટમેંટ પણ મુદ્દો

રણબીર-કૅટ બંને બૉલીવુડમાં સક્રિય છે, પરંતુ બંને પોતાના કમિટમેંટ અંગે કોઈ કૉમેંટ નથી કરતાં. અહીં સુધી કે કૅટે તો સલમાન ખાન સાથેની રિલેશનશિપનો પણ સ્વીકાર નહોતો કર્યો કે જેમણે તેમનુ બૉલીવુડ કૅરિયર બનાવ્યું.

પરિવાર

પરિવાર

અફવાઓની માનીએ, તો જ્યારે રણબીર-કૅટના સંબંધો શરૂ થયાં, ત્યારે રણબીરનો પરિવાર ખુશ નહોતો. શું રણબીરની ફૅમિલી કૅટને અપનાવી શકશે?

English summary
There are rumours that things are not going well between Ranbir Kapoor and Katrina Kaif. The secretive love affair of Ranbir-Kat started on the sets of Ajab Prem Ki... and since then, they have been in the news. Although both have denied the link ups, the candid pictures of them romancing has definitely added.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X