એક સાથે ઘણી છોકરીઓ સાથે…ડેટિંગને લઈને રણબીર કપૂરે ચૌકાવનારા ખુલાસા કર્યા
રણબીર કપૂર તેના દિલફેક અંદાજ માટે જાણીતો છે. તેના અફેરની ખુબ ચર્ચા થાય છે ત્યારે હવે રણબીર કપૂરે તેના વિશે ઘણી વાતો જાહેર કરી છે.
રણબીર કપૂર આ દિવસોમાં ફિલ્મ રામાયણને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂર રામનું પાત્ર ભજવી રહ્યો છે. હાલમાં જ રણબીર કપૂરે પણ પોતાના નવા ઘરનું નામ તેની પુત્રી રાહા કપૂરના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે.

રણબીર કપૂર તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને લઈને પણ લોકોમાં ચર્ચાનો વિષય રહે છે. તેણે ભલે તેની લેડી લવ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હોય અને એક સુંદર દીકરી રાહા કપૂરનો પિતા બન્યો હોય પરંતુ આજે પણ લોકો તેની એક્સ ગર્લફ્રેન્ડ વિશે વાત કરતા જોવા મળે છે.
રણબીર કપૂર પર દગો કરવાનો આરોપ
રણબીર કપૂરનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયુ છે અને તેના પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે. રણબીર કપૂરે બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહરના લોકપ્રિય ચેટ શો કોફી વિથ કરણમાં તેના સંબંધો અને પૂર્વ ગર્લફ્રેન્ડ વિશે મોટા ખુલાસા કર્યા હતા.
એક સાથે ઘણી છોકરીઓને ડેટ કરતો હતો
રણબીર કપૂરે ચેટ શોમાં કહ્યું હતું કે તે એક સાથે ઘણી છોકરીઓને ડેટ કરતો હતો અને કોઈને તેના વિશે ખબર પણ નહોતી. તેણે એક યુક્તિ વિશે જણાવ્યું કે ડેટિંગ દરમિયાન તે અન્ય છોકરીઓ સાથે કેવી રીતે સંપર્કમાં રહેતો હતો.
બેટરી લોના નામે છોકરીઓના નંબર સેવ કરતો
આ રહસ્યનો ખુલાસો કરતા રણબીર કપૂરે કહ્યું હતું કે તેણે ઘણી યુવતીઓના નામ તેના મેલ ફ્રેન્ડ્સના નામે પોતાના ફોનમાં સેવ કર્યા હતા. આ સિવાય તે ઘણી યુવતીઓના નામ બેટરી લો તરીકે પણ સેવ કરતો હતો જેથી તેની કોઈ ગર્લફ્રેન્ડ કે પરિવારના સભ્યોને તેની ખબર ન પડે.
રણબીર કપૂરે કહ્યું કે, આ સ્થિતિમાં જો હું મારી ગર્લફ્રેન્ડ સાથે હોઉં અને કોઈ અન્ય છોકરી મને ફોન કરે તો મારા ફોનની સ્ક્રીન પર લો બેટરી ફ્લેશ થાય.
રણબીરે દીપિકા પાદુકોણ સાથે છેતરપિંડી કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા પાદુકોણ રણબીર કપૂરના પ્રેમમાં પાગલ હતી પરંતુ રણબીર તેની સાથે છેતરપિંડી કરી રહ્યો હતો. કહેવાય છે કે દીપિકા સાથે રિલેશનશિપમાં હોવા છતાં રણબીર કપૂર તેની સાથે છેતરપિંડી કરતો હતો. દીપિકા પાદુકોણને તેના નજીકના લોકોએ ઘણી વખત આ વિશે જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
