રણબીરની બહેને મોટી બ્રાંડની ડિઝાઈન કરી કૉપી, બાદમાં માંગી માફી

રિદ્ધિમા કપૂર સાહનીની જ્વેલરી લાઈન 'R' એક સફળ બ્રાંડ છે પરંતુ આ બ્રાંડ પર હાલમાં જ ડિઝાઈન ચોરી કરવાનો આરોપ લાગ્યો છે.

રણબીર કપૂરની બહેન અને ઋષિ-નીતુ કપૂરની પુત્રી રિદ્ધિમા જાણીતી જ્વેલરી ડિઝાઈનર છે. રિદ્ધિમા કપૂર સાહનીની જ્વેલરી લાઈન 'R' એક સફળ બ્રાંડ છે પરંતુ આ બ્રાંડ પર હાલમાં જ ડિઝાઈન ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. રિદ્ધિમાએ હાલમાં જ નવુ ફેસ્ટીવ લોન્ચ કર્યુ છે જેમાં પર્લ અને ડાયમંડ ઈયરિંગ્ઝ પણ છે. આ ડિઝાઈને કૉપી કહેવામાં આવી રહી છે જેના માટે સોશિયલ મીડિયા પર તેમની ઘણી ટીકા થઈ રહી છે.

લિજેન્ડ્રી ડિઝાઈનરની ડિઝાઈન કરી કૉપી

લિજેન્ડ્રી ડિઝાઈનરની ડિઝાઈન કરી કૉપી

જ્વેલરી ડિઝાઈનર રિદ્ધિમા કપૂર સાહની પર લિજેન્ડ્રી Kokichi Mikimotoના ઈયરિંગ્ઝની ડિઝાઈન ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. રિદ્ધિમાએ હાલમાં જ પોતાના ફેસ્ટીવ કલેક્શનમાંથી એક પર્લ ઈયરિંગ્ઝનો ફોટો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. ત્યારબાદ dietsabya નામના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ જે નકલી અને કૉપી ડિઝાઈન્સને ઉઘાડા પાડે છે, તેણે રિદ્ધિમાના ડિઝાઈનનો ફોટો ઈયરિંગ્ઝના અસલી મેકર Kokichi Mikimotoની ડિઝાઈન સાથે પોસ્ટ કર્યો.

ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટે ખોલ્યો રાઝ

અકાઉન્ટે બંને ફોટા પોસ્ટ કરીને લખ્યુ, ‘લિજેન્ડ્રી Kokichi Mikimoto ને પર્લ વર્લ્ડમાં ‘કિંગ ઓફ પર્લ્સ'ના નામથી ઓળખવામાં આવે છે. તેમના 1916માં પેટન્ટ કરેલા કલ્ચર્ડ પર્લ્સ ઈન્ડસ્ટ્રીમાં એક બેંચમાર્ક છે. એટલા માટે ‘ જ્વેલરી ડિઝાઈનર ઓફ ધ યર' રિદ્ધિમા કપૂર સાહની દિગ્ગજ Mikimoto પર્લ અને ડાયમંડ ઈયરિંગ્ઝને પોતાના નામે લેબસની અંદર વેચવાથી પોતાને રોકી ન શકી.'

નિવેદન જાહેર કરીને રિદ્ધિમાએ માંગી માફી

Dietsabyaની આ પોસ્ટ પર રિદ્ધિમાની ઘણી ટીકા થઈ ત્યારબાદ તેમને પોતાની સફાઈ આપવા માટે સામે આવવુ પડ્યુ. રિદ્ધિમાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનું નિવેદન જાહેર કરીને કહ્યુ, ‘ડિયર ઈન્સ્ટા ફેમિલી, હું રિદ્ધિમા કપૂર સાહની જ્વેલરીમાં પ્લેજરિઝ્મને પ્રોત્સાહન નથી આપતી. ડાયમંડ અને પર્લના અસલી ડિઝાઈનરને ટેગ ન કરવા માટે અમે માફી માંગીએ છીએ. અમે બધા ડિઝાઈનર્સન ક્રિએટીવિટીને ઘણુ માન આપીએ છીએ અને ક્યારેય કૉપી કરીને તેમનુ અપમાન નહિ કરીએ. આભાર.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X