Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સંજુની સુનામી, 6 દિવસમાં જ સલમાનની રેસ 3 ની કમર તોડી નાખશે

સલમાન ખાનની ફિલ્મ રેસ 3 ફક્ત 175 કરોડમાં સમેટાઈ ગયી, ત્યાં જ રાજકુમાર હિરાનીની ફિલ્મ સંજુ ધડાધડ રેકોર્ડ તોડી રહી છે.

કદાચ સલમાન ખાને પણ નહીં વિચાર્યું હોય કે વર્ષ 2018 તેમના માટે આટલું ઠંડુ સાબિત થશે. જ્યાં સલમાન ખાનની ફિલ્મ રેસ 3 ફક્ત 175 કરોડમાં સમેટાઈ ગયી, ત્યાં જ રાજકુમાર હિરાનીની ફિલ્મ સંજુ ધડાધડ રેકોર્ડ તોડી રહી છે. સંજુ ફિલ્મે એવો જોરદાર તહેલકો મચાવ્યો કે રેસ 3 સિનેમાઘરોથી ગાયબ થઇ ગયી છે. રણબીર કપૂરની ફિલ્મ સંજુએ હાલ સુધીમાં 145 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

આપણે જણાવી દઈએ એક સંજુ વર્ષ 2018 ની સૌથી મોટી ઓપનર સાબિત થયી છે. સંજુ ફિલ્મે ઓપનિંગ મામલે રેસ 3, એવેન્જર્સ ઇન્ફિનિટી વૉર અને બાગી 2 જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે સંજુ આવનારા બે દિવસમાં રેસ 3 ફિલ્મના લાઈફટાઈમ કલેક્શન 175 કરોડને પાર કરી નાખશે. એટલે કે ફક્ત 6 દિવસમાં સંજુ રેસ 3 ફિલ્મને પછાડી નાખશે.

જયારે રેસ 3 ફિલ્મને દરેક તરફથી નેગેટિવ રિસ્પોન્સ મળી રહ્યો હતો, તો બીજી બાજુ સંજુ માટે ખુબ જ પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મની કહાનીથી લઈને પરફોર્મર્સ બધું જ ખુબ જ શાનદાર છે.

ઓપનિંગમાં આગળ

ઓપનિંગમાં આગળ

સંજુ વર્ષ 2018 ની સૌથી મોટી ઓપનર બની ચુકી છે. ફિલ્મે પહેલા દિવસે 34.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું, જયારે રેસ 3 ફિલ્મે 29 કરોડ સાથે શરૂઆત કરી હતી.

ઓપનિંગ વિકએન્ડ

ઓપનિંગ વિકએન્ડ

સંજુ ઓપનિંગ વિકએન્ડ મામલે પણ રેસ 3 કરતા ઘણી આગળ છે. રેસ 3 ફિલ્મે ત્રણ દિવસમાં 106 કરોડ રૂપિયા કમાણી કરી હતી, જયારે સંજુ 120 કરોડનો આંકડો પાર કરો ગયી.

રજાનો ફાયદો

રજાનો ફાયદો

રેસ 3 ફિલ્મ ઈદ સમયે રિલીઝ થયી હતી, એટલા માટે તેનો રજાનો ફાયદો મળ્યો. જયારે સંજુ નોન હોલીડે સમયમાં રિલીઝ થવા છતાં પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે.

6 દિવસમાં પાર

6 દિવસમાં પાર

સંજુ આવનારા બે દિવસમાં રેસ 3 ફિલ્મના લાઈફટાઈમ કલેક્શન 175 કરોડને પાર કરી નાખશે. એટલે કે ફક્ત 6 દિવસમાં સંજુ રેસ 3 ફિલ્મને પછાડી નાખશે.

વર્ષ 2018 ની સૌથી મોટી ફિલ્મ

વર્ષ 2018 ની સૌથી મોટી ફિલ્મ

જે વર્ષે સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થાય છે, તે વર્ષ તે ફિલ્મનું જ રહે છે. પરંતુ અહીં બધું જ ઉલટું થઇ ગયું. આ વાતમાં કોઈ જ શંકા નથી કે સંજુ વર્ષ 2018 ની સૌથી મોટી ફિલ્મ સાબિત થશે.

300 કરોડ ક્લબ

300 કરોડ ક્લબ

સંજુ ફિલ્મનો ક્રેઝ જોતા આ વાત સ્પષ્ટ છે કે આ ફિલ્મ 300 કરોડ ક્લબમાં એન્ટ્રી ચોક્કસ કરી લેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X