લાડલી રાહા પર પ્રેમ વરસાવતો જોવા મળ્યો રણબીર કપૂર, આલિયા ફોટો શેર કર્યો ક્યૂટ ફોટો

અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલ પોતાની લાડલી સાથે સમય વિતાવી રહ્યા છે. હાલમાં જ માતા-પિતા બન્યા બાદ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તેની ક્યૂટ લાડલીને રાહા નામ આપ્યુ છે. હવે રણબીર કપૂર રાહા સાથે સમય વિતાવતો જોવા મળ્યો છે. પિતા-પુત્રીનો આ ક્યૂટ ફોટો માતા આલિયાએ શેર કર્યો છે.

આલિયા આ દિવસોમાં પોતાના મધરહુડને એન્જોય કરી રહી છે અને ઘણી વખત પુત્રી સાથે જોવા મળે છે. હવે તેને રણબીર કપૂર અને રાહાનો ફોટો શેર કર્યો છે. આલિયાએ ફેન્સ સાથે શેર કરેલો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં રણબીર કપૂર લાડલી રાહા સાથે બાલ્કનીમાં બેઠેલો જોવા મળી રહ્યો છે.

alia

ફોટામાં રણબીર લાડલી રાહા સાથે બાલ્કનીમાં બેઠો છે. આલિયા ભટ્ટે શેર કરેલી આ તસવીર થોડી ઝાંખી છે પરંતુ રણબીરનો તેની લાડલી રાહા માટેનો પ્રેમ જોવા મળી રહ્યો છે. પિતા-પુત્રીની આ સુંદર તસવીર શેર કરતાં આલિયા ભટ્ટે કેપ્શનમાં લખ્યું કે, મને લાગે છે કે હું 6 નવેમ્બરથી ખૂબ જ સારી ફોટોગ્રાફર બની ગઈ છું. મારી દુનિયા. હવે આ ફોટો પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ છેલ્લે બ્રહ્માસ્ત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં આલિયાએ રણબીર કપૂર સાથે સિલ્વર સ્ક્રીન શેર કરી હતી.

આલિયા ભટ્ટ ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. કરણ જોહર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આ વર્ષે જુલાઈમાં સિનેમાઘરોમાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X