વિલન બનવા માંગે છે ચાર્મિંગ સ્ટાર રણબીર કપૂર

મુંબઈ, 8 જાન્યુઆરી : બૉલીવુડના લવર બૉય તરીકે જાણીતાં રણબીર કપૂરની હૃદયપૂર્વકની ઇચ્છા છે કે તેઓ વિલન બની લોકોના હૃદય ઉપર રાજ કરે. આની પાછળની તેમની દલીલ તેમના જેવી જ સ્નેહાળ અને ક્યૂટ છે. રણબીરે જણાવ્યું કે ખલનાયકનું જીવન કેટલું હસીન હોય છે. તેઓ પૈસાવાળા હોય છે. તેમની પાસે તાકાત હોય છે. કાયમ છોકરીઓ તેમની ચારેબાજુ ઘેરાયેલી રહે છે. બસ અંતે તેને મરવાનું હોય છે, પરંતુ આખુ જીવન તો તેઓ પૂરા ઐશ સાથે જીવે છે. તેથી હું ઇચ્છીશ - હું કોઈ ફિલ્મમાં વિલનનો રોલ જરૂર કરૂં.

Ranbir Kapoor

આ વાત રણબીર કપૂરે એક ઍવૉર્ડ ફંક્શનની જાહેરાત વખતે બીબીસી સાથે વાતચીત દરમિયાન જણાવી. રણબીરે એમ પણ જણાવ્યું કે તેઓ કોઈ પણ રીમેક ફિલ્મમાં કામ કરવા નથી માંગતાં, કારણ કે તેમની પાસે સારા વિકલ્પો મોજૂદ છે. આજથી દસ વરસ પછી જેઓ ત્યારે કોઈ લાયક નહીં રહે, ત્યારે તેઓ રીમેક ફિલ્મોમાં કામ કરશે. હાલ રણબીર કપૂર આગામી 12મી જાન્યુઆરીના રોજ યોજાનાર કલર્સ સ્ક્રીન ઍવૉર્ડ ફંક્શનની તૈયારીઓમાં વ્યસ્ત છે. તેમની સાથે તેમના માતા નીતૂ સિંહ કપૂર સ્ટેજ ઉપર ડાંસ કરનાર છે.

દરમિયન આજકાલ રણબીર કપૂર પોતાના જૂના ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણે સાથે યે જવાની હૈ દીવાની ફિલ્મમાં વ્યસ્ત છે. આ પછી તેઓ ખૂબ જલ્દી કિશોર કુમારના જીવન ઉપર બનનાર ફિલ્મમાં દેખાશે. તેના દિગ્દર્શક અનુરાગ બાસુ છે. અનુરાગ સાથે જ રણબીરે બર્ફી જેવી હિટ ફિલ્મ આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X