મેદાન પર છક્કા-ચૌકા ફટકારતો જોવા મળશે રણબીર કપૂર, સૌરવ ગાંગુલીની બાયોપિકની તૈયારીઓ શરૂ
છેલ્લા ઘણા સમયથી સૌરવ ગાંંગુલીની બાયોપિકમાં રોલ માટે કોને પસંદ કરાશે તેની ચર્ચાઓ ચાલી રહી હતી. હવે ફિલ્મ સાથે રણબીર કપૂરનું નામ જોડાયુ છે.
નવી દિલ્હી : કપિલ દેવ અને મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક બાદ હવે બોલિવૂૂડમાં આગામી દિવસોમાં વધુ એક ભારતીય દિગ્ગજ ખેલાડીની બાયોપિક બનવા જઈ રહી છે. મળી રહેલા સમાચારો અનુસાર, હવે સૌરવ ગાંગુલીની બાયોપિકનું બહુ જલ્દી શુટિંગ શરૂ થવા જઈ રહ્યું છે. ફિલ્મ માટે મેકર્સે કાસ્ટિંગ પર કરી લીધુ અને સૌરવ ગાંગુલીના રોલમાં રણબીર કપૂર જોવા મળી શકે છે.

છેલ્લા ઘણા સમયથી સૌરવ ગાંંગુલીની બાયોપિકમાં રોલ માટે કોને પસંદ કરાશે તેની ચર્ચાઓ ચાલી રહી હતી. હવે ફિલ્મ સાથે રણબીર કપૂરનું નામ જોડાયુ છે. અહેવાલો અનુસાર, સૌરવ ગાંગુલીની બાયોપિકમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, રણબીર કપૂરે આ ફિલ્મ માટે હા પાડી દીધી છે. આ સિવાય ફિલ્મ માટે કેટલીક તારીખો પણ લીધી હોવાના અહેવાલો છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં કોલકાતામાં શરૂ થવાનું છે. લવ રંજને આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રણબીર કપૂરે આ પહેલા સંજય દત્તની બાયોપિક સંજુમાં કામ કર્યું હતું. આ દિવસોમાં રણબીર કપૂર તેની આગામી ફિલ્મ તુ જૂઠી હૈ મક્કારના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં રણબીર કપૂર સાથે શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 8 માર્ચે સિનેમાઘરોમાં આવશે.












Click it and Unblock the Notifications
