Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રણબીર ચાલ્યાં રશિયા, વાયજેએચડીનું કરશે પ્રમોશન

મુંબઈ, 15 જૂન : દાદા રશિયાને બહુ પ્રેમ કરતાં અને હવે પૌત્ર રણબીર કપૂરે પણ રશિયાનો રુખ કર્યો છે. રણબીર કપૂરની ફિલ્મ યે જવાની હૈ દીવાની રશિયામાં આગામી 4થી જુલાઈએ રિલીઝ થવાની છે અને રણબીર ત્રણ દિવસ ત્યાં રહી ફિલ્મનું પ્રમોશન કરવાના છે.

Ranbir-Deepika

ભારતમાં અત્યંત સફળ રહેલી વાયજેએચડી હવે રશિયામાં ડંકો વગાડશે. અયાન મુખર્જી દિગ્દર્શિત યે જવાની હૈ દીવાની ફિલ્મે પ્રથમ સપ્તાહે જ ભારતમાં સો કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મમાં રણબીર ઉપરાંત દીપિકા પાદુકોણે તથા આદિત્ય રૉય કપૂર તેમજ કલ્કી કોચલીન છે.

વાયજેએચડી રશિયામાં 4થી જુલાઈએ રિલીઝ થશે અને રણબીર કપૂર રિલીઝિંગ પહેલા ત્રણ દિવસ ત્યાં રહી ફિલ્મનું પ્રમોશન કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ રણબીર કપૂર રશિયામાં ફિલ્મના પ્રદર્શન તથા પોતાના ફૅન્સને મળવા અંગે ખૂબ જ એક્સાઇટેડ છે.

રણબીરના દાદા રાજ કપૂર પણ પોતાની ફિલ્મો રશિયામાં ખાસ રિલીઝ કરતા હતાં. તેમાં આવારા, શ્રી 420 અને મેરા નામ જોકર જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X