ઘોડેેસવારી દરમિયાન રણદીપ હુડ્ડા ઘાયલ, હોસ્પિટલમાં દાખલ કરાયા

હાલ રણદીપ હુડ્ડા સારવાર માટે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમને સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી છે. હાલમાં સારવાર હેઠળ છે અને તેમના હેલ્થ અપડેટની રાહ જોવાઈ રહી છે.

મુંબઈ : અભિનેતા રણદીપ હુડ્ડા ઘોડેસવારી દરમિયાન ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, રણદીપ હુડ્ડા ઘોડેસવારી દરમિયાન પડી જવાથી ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઘાયલ થયા બાદ બેહોશ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

RANEEP HUDDA

રિપોર્ટ અનુસાર, ફિલ્મ વીર સાવરકર માટે 22 કિલો વજન ઘટાડવાને કારણે તેના ઘૂંટણની આસપાસ બહુ ઓછું માંસ બચ્યું છે. જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ તેમને ઘૂંટણની સર્જરી પણ કરાવવી પડી શકે છે. હાલ રણદીપ હુડ્ડા સારવાર માટે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમને સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી છે. હાલમાં સારવાર હેઠળ છે અને તેમના હેલ્થ અપડેટની રાહ જોવાઈ રહી છે.

આ પહેલા પણ રણદીપ હુડ્ડા રાધે ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર ઘાયલ થયા હતા. 2019 માં રણદીપ હુડ્ડા સલમાન ખાન સાથે રાધે માટે એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે ઘાયલ થયા હતા. આ ઈજાના કારણે જમણા પગના ઘૂંટણની સર્જરી કરાવવી પડી. આ સર્જરી તેની સિરીઝ ઈન્સ્પેક્ટર અવિનાશના શૂટિંગ દરમિયાન થઈ હતી.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે રણદીપ હુડ્ડાએ બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો આપી છે. સરબજીત, NH-11 સહિત ઘણી ફિલ્મોમાં તેના અભિનય માટે તેના વખાણ થયા છે.ફેન્સ તેની એક્ટિંગના દિવાના છે. ફેન્સ તેની કોઈપણ ફિલ્મને મિસ કરતા નથી. આમ ચાહકો હાલમાં ફિલ્મ વીર સાવરકરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X