Diva'ni Store Launch : નવોઢા રાણીએ વિખેર્યું સૌંદર્ય, તો આલિયા-પરિણીતી-ઈરાનું છવાયું ગ્લૅમર

મુંબઈ, 30 મે : યશ રાજ ફિલ્મ્સ એટલે કે વાયઆરએફે મુંબઈમાં તાજેતારમાં જ પોતાની બ્રાન્ડ દિવા'ની લૉન્ચ કરી હતી. આ પ્રસંગે યશ ચોપરાના પુત્રવધુ રાણી મુખર્જી સહિત અનેક બૉલીવુડ હસ્તીઓએ હાજરી આપી હતી. આદિત્ય ચોપરા સાથે લગ્ન બાદ રાણી મુખર્જી પહેલી વાર કોઈ જાહેર ઇવેંટમાં દેખાયા હતાં.

દિવા'ની બ્રાન્ડ લૉન્ચિંગ ઇવેંટ ઝાકઝમાળ ભરી રહી હતી કે જેમાં એક બાજુ નવોઢા રાણી મુખર્જીએ પોતાનું સૌંદર્ય વિખેર્યુ હતું, તો બીજી બાજુ આલિયા ભટ્ટ અને પરિણીતી ચોપરાનું ગ્લૅમર છવાઈ ગયુ હતું. ઉપરાંત આમિર ખાનના પુત્રી ઇરા ખાન પણ આ કાર્યક્રમમાં આકર્ષણના કેન્દ્ર બન્યા હતાં.

એક નિવેદનમાં જણાવ્યા મુજબ વાયએરએફે પાટનગર દિલ્હી બાદ મુંબઈમાં સાંતાક્રૂઝ ખાતે બ્રાન્ડનો નવા સ્ટોર લૉન્ચ કર્યો છે કે જેમાં લગ્ન-પરિધાનોથી લઈ પશ્ચિમી તથા અન્ય તમામ પરિધાનો ઉપલબ્ધ છે.

નોંધનીય છે કે આ બ્રાન્ડનો પહેલો સ્ટોર નવી દિલ્હીના સાઉથ એક્સટેંશનમાં છે કે જે સફળ સાબિત થયો છે. દિવા'ની સિનેમા અને ફૅશનની જુગલબંદી છે. વાયઆરએફે ફિલ્મોમાં પોતાના ચાર દાયકાઓ કરતા વધુ ફેલાયેલા કૅરિયરમાં લમ્હે, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, દિલ તો પાગલ હૈ, મોહબ્બતેં, બંટી ઔર બબલી તથા બૅન્ડ બાજા બારાત જેવી સુપર હિટ ફિલ્મો દ્વારા અનેક નવી ફૅશન સ્ટાઇલ્સ શરૂ કરી છે. વાયઆરએફે કરોલ બાગ હાઉસ સાથે કરાર કર્યો છે.

ચાલો જોઇએ મુંબઈ ખાતે દિવા'ની સ્ટોર લૉન્ચિંગની તસવીરો :

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

દિવા’ની સ્ટોર લૉન્ચિંગ પ્રસંગે આલિયા ભટ્ટ હાજર રહ્યા હતાં.

ગ્લૅમરસ આલિયા

ગ્લૅમરસ આલિયા

આ પ્રસંગે આલિયા ભટ્ટ ખૂબ જ ગ્લૅમરસ જણાતા હતાં.

ઍમી

ઍમી

દિવા’ની સ્ટોર લૉન્ચિંગ પ્રસંગે ડિઝાઇનર ઍમી બિલીમોરિયા પણ હાજર રહ્યા હતાં.

અર્જુન-સુશાંત-ધીરજ

અર્જુન-સુશાંત-ધીરજ

આ પ્રસંગે અર્જુન કપૂર, સુશાંત સિંહ રાજપૂત તથા તેમના પત્ની અંકિતા લોખંડે અને ધીરજ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતાં.

ઇરા આકર્ષણનું કેન્દ્ર

ઇરા આકર્ષણનું કેન્દ્ર

દિવા’ની સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં આમિર ખાનના પુત્રી ઇરા ખાન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. તેમની સાથે નિખત ખાન, ઝીનત હુસૈન તથા કિરણ રાવ પણ હાજર રહ્યા હતાં.

ઇરા-કિરણ

ઇરા-કિરણ

ઇરા ખાન આમિર ખાન અને તેમના પ્રથમ પત્ની રીના દત્તાના પુત્રી છે, જ્યારે કિરણ રાવ આમિરના બીજા પત્ની છે.

સાસુ સાથે નવોઢા રાણી

સાસુ સાથે નવોઢા રાણી

આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા બાદ રાણી મુખર્જી પહેલી વાર કોઈ જાહેર ઇવેંટમાં દેખાયા હતાં. તેઓ પોતાના સાસુ પામેલા ચોપરા સાથે ખૂબ જ ખુશ જણાતા હતાં.

સૌંદર્ય વિખેરતા રાણી

સૌંદર્ય વિખેરતા રાણી

માંગે સિંદૂર સજી રાણી મુખર્જી આ ઇવેંટમાં પહોંચ્યા હતાં અને એક નવોઢા તરીકે પોતાનું સૌંદર્ય વિખેર્યુ હતું.

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા

દિવા’ની લૉન્ચિંગ ઇવેંટમાં પરિણીતી ચોપરાએ પણ હાજરી પુરાવી હતી.

આકર્ષણનું કેન્દ્ર રાણી

આકર્ષણનું કેન્દ્ર રાણી

લગ્ન બાદ પહેલી વાર જાહેરમાં દેખાતાં રાણી મુખર્જી આ ઇવેંટમાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X