છેડતીના આરોપમાં રાણીના ભાઈની ધરપકડ
મુંબઈ, 15 ઑક્ટોબર : રાણી મુખર્જી માટે એક માઠાં સમાચાર છે. એક બાજુ તેમની ફિલ્મ ઐય્યાએ બૉક્સ ઑફિસે કઈં ઉકાળ્યું નથી અને બીજી બાજુ રાણીના ભાઈ રાજા મુખર્જી ઉપર છેડતીનો આરોપ મુકાયો છે. તેને પગલે જનાબ હવાલાતની હવા પણ ખાઈ રહ્યાં છે.

સમાચાર છે કે અભિનેત્ર રાણી મુખર્જીના ભાઈ કે જે એક નિર્માતા પણ છે. રાજા મુખર્જી ઉપર એક મહિલા સ્ટોરી રાઇટરે છેડતીનો આરોપ લગાવ્યો છે. તેણે રાજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેને પગલે પોલીસે રાજાની ધરપકણ પણ કરી છે.
સૂત્રોએ જણાવ્યું કે 35 વર્ષીય મહિલા સ્ટોરી રાઇટર ટીવી એક્ટ્રેસ અને મૉડેલ પણ છે. તેણે રાજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે રાજાની ધરપકડ કરી લીધી.
જોકે આ મહિલાએ પછી રાણી મુખર્જીને મળવાની વાત કરી. પછી તે રાણીને મળી હતી. હવે બંને વચ્ચે શું વાત થઈ, તે તો ખબર નથી, પરંતુ એટલુ જાણી શકાયું છે કે રાણી અને મૉડેલ વચ્ચે લગભગ એક કલાક વાતચીત થઈ છે.












Click it and Unblock the Notifications
