બોલ્ડ, હૉટ અને ઉત્તેજક છે ઐય્યાની રાણી

મુંબઈ, 28 સપ્ટેમ્બર : રાણી મુખર્જી આજકાલ અનુરાગ કશ્યપની ફિલ્મ ઐય્યા અંગે ઘણી ચિંતિત છે. ફિલ્મની વાર્તા એક એવી છોકરીની છે કે જે ફિલ્મી પાત્રો શ્રીદેવી, માધુરી દીક્ષિત અને જુહી ચાવલાથી ઘણી પ્રભાવિત છે, પરંતુ ફિલ્મનો પ્રોમો જોઈને તો લાગે છે કે અય્યા ધ ડર્ટી પિક્ચરની વિદ્યા બાલનથી પ્રભાવિત છે. ફિલ્મમાં રાણી મુખર્જી દક્ષિણ ભારતીય અભિનેતા પૃથ્વીરાજ સાથે નજરે પડશે.

Prithviraj-Rani

ફિલ્મમાં રાણી ઘણી બોલ્ડ અંદાજમાં છે. ફિલ્મના એક દૃશ્યમાં રાણીને જોઈને તમને ધ ડર્ટી પિક્ચરનું જાણીતું ગીત ...ઉલાલા ઉલાલા... યાદ આવી જશે. રાણીની આ ફિલ્મ લગભગ ડોઢ વર્ષ બાદ આવી રહી છે. આ અગાઉ તેણે નો વન કિલ્ડ જેસિકા ફિલ્મમાં દેખા દીધી હતી. હવે તેની આગલી ફિલ્મ છે તલાશ. તેમાં પણ આમિર ખાન સાથે તેના ઘણાં ઇન્ટીમેન્ટ સીન્સ છે.

આદિત્ય ચોપરાના પ્રેમમાં કેદ રાણી આજકાલ પોતાનું કરિયર ફરી સંવારવા લાગી છે. તેથી તે આ રીતે બોલ્ડ પાત્રો ભજવી રહી છે. કારણ કે તેની સમકક્ષ અભિનેત્રીઓ તેના કરતાં બહુ આગળ નિકળી ગઈ છે. તેથી રાણી સામે મજબૂરી છે કે તે આ પ્રકારના રોલ કરે, જેથી લોકોને પ્રતીતિ થઈ શકે કે તેનામાં હજુ ઘણું બધું બાકી છે જે તેને આજની સેક્સી બાળાઓ કરતાં જુદી પાડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X