For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૅલેંજિંગ રોલ કરવા ગમે છે રાણી મુખર્જીને

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 4 ડિસેમ્બર : તાજેતરમાં જ રિલીઝ થયેલ ફિલ્મ તલાશમાં પોતાના પુત્રના મોતથી ડિપ્રેસ્ડ માતા અને એક પોલીસ ઇંસ્પેક્ટરના પત્નીનો રોલ કરનાર રાણી મુખર્જીનું કહેવું છે કે તેમને ચૅલેંજિંગ રોલ પસંદ છે અને તેઓ ચૂઝી બનવું પસંદ કરશે, કારણ કે તેઓ એવી ફિલ્મો નથી કરવા માંગતા કે જે જોઈ પોતે પણ બોર થઈ જાય અને દર્શકો પણ.

Rani Mukherjee

રાણીએ જણાવ્યું - મારે સિલેક્ટિવ બનવું પડશે. જો હું પોતાના માટે એક્ટર તરકી કોઈ ચૅલેંજ નહીં ધરાવું, તો હું પોતે જ કંટાળી જઇશ. ત્રણ-ચાર વરસ અગાઉ હું બેસીને માત્ર તેવા રોલ કરવા પસંદ કરતી હતી કે મને બોર ન કરે. જો હું પોતે જ બોર થઈ જાઉ, તો હું કેમ આશા સેવી શકું કે મારા દર્શકો બોર નહીં થાય? તો જો મારી પાસે કોઈ ચૅલેંજ હોય, તો હું ઉત્સાહિત છું અને ત્યારે મને લાગશે કે મારા દર્શકો પણ તે પસંદ કરશે.

બૉલીવુડમાં સત્તર વરસ પૂર્ણ કરનાર રાણી મુખર્જીએ કુછ કુછ હોતા હૈ ફિલ્મથી લઈ સાથિયા, વીર ઝારા, યુવા, બ્લૅક, નો વન કિલ્ડ જેસિકા જેવી અલગ-અલગ પ્રકારની ફિલ્મો કરી છે. તેમનું કહેવું છે કે એક સરખા પાત્રો કરી તેઓ પણ કંટાળી જાય છે. રાણીએ જણાવ્યું - હું એવા રોલ કરી શકુ છું કે જે સેંલેસ હોય કાં પછી હું એવી ફિલ્મો કરી શકું કે જેમાં હું માત્ર ઊભી રહું, કઈં ન કરું. પરંતુ આ બધાથી બચવા હું સિલેક્ટિવ છું અને તેવા જ રોલ કરુ છું જે મને ઉત્સાહિત કરે.

કોઈ પણ ફિલ્મ સાઇન કરતા અગાઉ રાણીને લાગે છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ તેમજ તેમનું પાત્ર સંતોષકારક હોવું જોઇએ. 34 વર્ષના રાણીએ જણાવ્યું - જ્યારેય હું કહું કે હું આ પાત્ર નહીં કરી શકું કે પછી જ્યારે હું સતત ફિલ્મોનો અસ્વીકાર કરું, તો તેનો મતલબ એમ થાય કે તેમાં મારું પાત્ર કઈંક એક્સાઇટેડ નથી. ક્યારેક-ક્યારેક મારું પાત્ર સારું હોય છે, પરંતુ તે ફિલ્મોની સ્ક્રિપ્ટ સારી નથી હોતી.

English summary
Rani Mukherjee, who plays a distressed wife and a mother dealing with her son's death in her latest release 'Talaash', says she likes to challenge herself as an actor and be choosy as she does not want to be part of films that bore her as well as the audience.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X