રાનૂ મંડલે પોતાના જીવન વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા, ‘તે બહુ સારા પરિવારમાંથી આવે છે'
રાનૂ મંડલે હવે પોતાના જીવન વિશે અમુક વાતો જણાવીને બધાને ચોંકાવી દીધા છે.
સોશિયલ મીડિયાની સેન્સેશન અને રેલવે સ્ટેશન પર ફરી ફરીને ગીતો ગાનારી રાનૂ મંડલ આજે કોઈ સ્ટારથી કમ નથી. હવે તે પ્લેબેક સિંગર તરીકે બોલિવુડમાં ડેબ્યુ કરી ચૂકી છે. મ્યૂઝિક ડાયરેક્ટર હિમેશ રેશમિયાની આગામી ફિલ્મ 'હેપ્પી હાર્ડી એન્ડ હીર' માટે પ્લેબેક સિંગિગ કરી રહેલી રાનૂ મંડલે બીજુ ગીત રેકોર્ડ કર્યુ છે. આ પહેલા 'તેરી મેરી કહાની' ગીતથી તે રાતોરાત ફેમસ થઈ ચૂકી છે. આ દરમિયાન રાનૂ મંડલે હવે પોતાના જીવન વિશે અમુક વાતો જણાવીને બધાને ચોંકાવી દીધા છે. અત્યાર સુધી બધા માત્ર એટલુ જાણતા હતા કે રાનૂ રેલવે સ્ટેશન પર ગીત ગઈને પોતાનુ ગુજરાન ચલાવતી હતી.

રાનૂએ કર્યો ચોંકાવનારો ખુલાસો
રાનૂ મંડલે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તે એક સારા પરિવારમાં જન્મી હતી. રાનૂ મંડલે જણાવ્યુ, ‘હું એક બહુ સારા પરિવારમાંથી આવુ છુ, હું ફૂટપાથ પર નહોતી જન્મી. પરંતુ આ મારુ નસીબ હતુ જે મને અહીં લઈ આવ્યુ. હું જ્યારે માત્ર 6 મહિનાની હતી ત્યારે મને માતાપિતાથી અલગ કરી દેવામાં આવી.'

પતિ અભિનેતા ફિરોઝ ખાનના ઘરે રસોઈ કરતા હતાઃ રાનૂ
રાનૂ મંડલે જણાવ્યુ, ‘મારા પતિ અભિનેતા ફિરોઝ ખાનના ઘરે રસોઈ કરતા હતા તે વખતે ફિરોઝ ખાનના દીકરા ફરદીન કોલેજમાં હતા. તે હંમેશા અમારી સાથે એક પરિવાર જેવો વ્યવહાર કરતા હતા. રાનૂ મંડલે જણાવ્યુ કે તેમની પાસે ઘર છે પરંતુ ઘર ચલાવવા માટે લોકોની જરૂર હોય છે.' તે જણાવે છે, ‘હું વર્ષે સુધી એકલી રહી છુ અને ઘણો સંઘર્ષ કર્યો છે. મને હંમેશાથી ભગવાન પર ભરોસો હતો, હું હંમેશા પરિસ્થિતિ અનુસાર ગીતો ગાતી રહી.'

હિમેશની ફિલ્મ માટે બે ગીતો રેકોર્ડ કરી ચૂકી છે રાનૂ
રાનૂ કહે છે કે તેમને ક્યારેય ગાવા માટે મોકો નહોતો મળ્યો, તેમને ગાયનથી ખૂબ પ્રેમ છે. આજે રાનૂના ગીતોની સોશિયલ મીડિયા પર દરેક જણ વાત કરી રહ્યા છે. દરેક જણ તેમના સૂરીલા અવાજની પ્રશંસા કરી રહ્યા છે. મ્યૂઝિક ડાયરેક્ટર હિમેશ રેશમિયાની આગામી ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર' માટે પ્લેબેક કરી રહેલી રાનૂ મંડલે બીજુ ગીત રેકોર્ડ કર્યુ છે. આ પહેલા, ‘તેરી મેરી કહાની' ગીતથી તે રાતોરાત ફેમસ બની ચૂકી છે.












Click it and Unblock the Notifications
