Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Fake: રણવીર-દીપિકા માંગી રહ્યા છે ભાજપ-મોદી માટે મતઃ જાણો આ ફોટાનું સત્ય

ફોટામાં રણવીર અને દીપિકા ભાજપ અને મોદીજી માટે મત માંગતા અને અપીલ કરતા જોવા મળી રહ્યા છે પરંતુ ફોટાની હકીકત કંઈક અલગ જ છે.

અત્યારની પરિસ્થિતિમાં ગમે ત્યારે ગમે તે વાયરલ થઈ જાય છે જે તમને વિચારવા માટે મજબૂર કરી દે છે કે શું આ પણ થઈ શકે છે. હાલમાં જ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનો એવો ફોટો વાયરલ થઈ રહ્યો છે કે જે તમને ચોંકાવી શકે છે. તમને જણાવી દઈએ કે આ ફોટામાં રણવીર અને દીપિકા ભાજપ અને મોદીજી માટે મત માંગતા અને અપીલ કરતા જોવા મળી રહ્યા છે. હાલમાં બંનેના ગળામાં એક કપડુ પડ્યુ છે જેમાં Vote for BJP અને Modi લખેલુ છે. આ ફોટો સામે આવ્યા બાદ લોકોને ઘણો ઝટકો લાગ્યો છે પરંતુ તમે લોકો એકદમ પણ આને સાચુ ન સમજતા. વાસ્તવમાં આ કોઈની હરકત છે જેણે ફોટા પર ભગવા કપડા પર આ બધુ લખ્યુ છે. આ ફોટો સંપૂર્ણપણે નકલી છે.

ફોટો સામે આવતા જ વાયરલ થઈ ગયો

ફોટો સામે આવતા જ વાયરલ થઈ ગયો

ઉલ્લેખનીય છે કે લગ્ન બાદ રણવીર અને દીપિકા સિદ્ધિ વિનાયક મંદિર પહોંચ્યા હતા ત્યારે તેમણે આ દુપટ્ટો પોતાના ગળામાં નાખ્યો હતો. આ ફોટો ગયા વર્ષનો છે જેમાં છેડછાડ કરીને તે બનાવવામાં આવ્યો છે. આ ફોટો સામે આવતા જ ઘણો વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દીપિકા હાલમાં છપાકમાં બિઝી છે તો વળી રણવીર સિંહ ફિલ્મ 83નું શૂટિંગ કરી રહ્યા છે.

રવિ કિશન

રવિ કિશન

ભોજપુરી સુપરસ્ટાર હાલમાં ભાજપમાં શામેલ થઈ ચૂક્યા છે આ વખતે ચૂંટણી લડી શકે છે.

નગમા

નગમા

બોલિવુડ અભિનેત્રી નગમાએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે અને સ્ટાર પ્રચારકનું કામ કરી રહી છે.

નિરહુઆ

નિરહુઆ

ભોજપુરી અભિનેતા નિરહુઆ પણ ભાજપ માટે મેદાનમાં ઉતરી ચૂક્યા છે.

ઉર્મિલા માતોંડકર

ઉર્મિલા માતોંડકર

અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં શામેલ થઈ છે. મુંબઈથી ચૂંટણી લડશે.

સપના

સપના

હરિયાણવી ડાંસર સપના ચૌધરી પણ રાજકારણનો હિસ્સો આ વર્ષે બની ચૂકી છે.

અલી

અલી

સાઉથનો સુપરસ્ટાર કૉમેડિયન અલી પણ આ વર્ષે રાજકારણમાં પોતાનું કિસ્મત અજમાવશે.

સની દેઓલ

સની દેઓલ

અભિનેતા સની દેઓલ ભાજપ માટે પ્રચાર પ્રસાર કરતા જોવા મળી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X