Pics : ધવન-જાડેજાની જેમ રણવીરને તારશે હૅંડલબાર મૂછો!

મુંબઈ, 27 જૂન : બૉલીવુડ અભિનેતા રણવીર સિંહનું માનવું છે કે ક્રિકેટર શિખર ધવન તથા રવિન્દ્ર જાડેજાની મૂછો આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે ભાગ્યશાળી સાબિત થઈ અને તેમને આશા છે કે તેમની મૂછો બૉક્સ ઑફિસ માટે ભાગ્યશાળી સાબિત થશે.

રણવીર સિંહ સોનાક્ષી સિન્હા સાથે તાજેતરમાં મિલ્સ એન્ડ બૂન્સ પુસ્તકની નવી આવૃત્તિ લૉન્ચ કરી રહ્યા હતાં. આ પ્રસંગે તેમણે પોતાની આગામી ફિલ્મ લુટેરા અંગે જણાવ્યું - હું ખુશ છું કે હૅંડલાબર મૂછોની ફૅશન પુનઃ ચલણમાં છે. આપ જુઓ ક્રિકેટર શિખર ધવન અને રવિન્દ્ર જાડેજા પણ એવી જ મૂછો ધરાવે છે અને તેમની સાથે ટીમ ઇન્ડિયાનો ભાગ્ય પણ ચમકી ઉઠ્યો છે.

મિલ્સ એન્ડ બૂન્સની આ નવી આવૃત્તિના મુખપૃષ્ઠ ઉપર લુટેરા ફિલ્મનું પોસ્ટર પ્રસિદ્ધ કરાયું છે કે જેમાં રણવીર સિંહ અને તેમના સહ-કલાકાર સોનાક્ષી સિન્હા છે.

આવો તસવીરો સાથે જોઇએ રણવીર સિંહે વધુ શુ કહ્યું?

મૂછો ભાગ્યશાળી સાબિત થશે

મૂછો ભાગ્યશાળી સાબિત થશે

રણવીર સિંહે જણાવ્યું - હું આશા સેવું છું કે મારી મૂછો પણ મારા માટે ભાગ્યશાળી સાબિત થશે કે જેમ ટીમ ઇન્ડિયા માટે શિખર-રવિન્દ્રની મૂછો સાબિત થઈ છે.

હૅંડલબાર મૂછોનું ચલણ

હૅંડલબાર મૂછોનું ચલણ

રણવીરે જણાવ્યું - હું ખુશ છું અને કહી શકુ છું કે આ હૅંડલાબર મૂછોનું ચલણ મેં શરૂ કર્યું છે.

રામ લીલા

રામ લીલા

રણવીર સિંહે સંજય લીલા ભાનુશાળીની રામ લીલા ફિલ્મમાં હૅંડલબાર મૂછો રાખી છે. અભિનેત્રી દીપિકા પાદુકોણે તેમના નાયિકા છે.

હજુ રાખીશ

હજુ રાખીશ

રણવીરે જણાવ્યું - જો શક્ય થયું, તો તેઓ વધુ કેટલાક સમય સુધી હૅંડલબાર મૂછો રાખવી પસંદ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X