સિંધી રીતરિવાજ મુજબ લગ્ન કરશે દીપિકા-રણવીર, જાણો શું છે સાંથ પ્રથા

સિંધી રીતરિવાજ મુજબ લગ્ન કરશે દીપિકા-રણવીર, જાણો શું છે સાંથ પ્રથા.

બૉલીવુડના સર્કલમાં અત્યારે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની ચર્ચા જોરશોરથી થઈ રહી છે, તાજેતરમાં જ અહેવાલ આવ્યા કે બૉલીવુડના નામચીન આ એક્ટર્સ નવેમ્બરમાં લગ્ન ગાંઠમાં બંધાશે. બંનેએ સિંધી રીતરિવાજ મુજબ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. જણાવી ધઈએ કે રણવીર સિંહ સિંધી છે અને તેનું આખું નામ રણવીર સિંહ ભવનાની છે. વેબસાઈટ સ્પોટબોયના અહેવાલ મુજબ રણવીર સિંહના ઘરવાળા ઈચ્છે છે કે સિંધી રિવાજ મુજબ લગ્ન થાય, જેમાં 'સાંથ પ્રથા' પણ સામેલ છે.

શું છે સાંથ પ્રથા

શું છે સાંથ પ્રથા

આ સિંધી સમુદાયના લગ્ન દરમિયાન થતી એક ખાસ પ્રથા છે, જેમાં વરરાજાનો ભાઈ, મિત્રો અને સંબંધઓ વરરાજાના માથા પર તેલ લગાવે છે અને બાદમાં વરરાજાના માત્ર જમણા પગમાં જૂતું પહેરાવવામાં આવે છે અને બાદમાં તેઓ વરરાજાને જમીન પર રાખેલ માટલાંને ફોડવાનું કહે છે. વરરાજો માટલું તોડી મૂકે બાદમાં બધા લોકો મળીને વરરાજાનાં કપડાં ફાડે છે. આ પ્રભા હંસી મજાક વાળી છે.

ઈટલીમાં લગ્ન કરશે બંને

ઈટલીમાં લગ્ન કરશે બંને

અહેવાલ મુજબ આ વર્ષના નવેમ્બર મહિનામાં દીપિકા-રણવીર પણ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની જેમ લગ્ન કરી શકે છે. જો કે પોતાના લગ્નને લઈને હજુસુધી બંનેમાંથી એકેય મીડિયા સામે ખુલીને નથી બોલ્યા. જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ ઈટલીમાં થનાર લગ્નમાં દીપિકા-રણવીર સિંહના પરિવાર ઉપરાંત અમુક સિલેક્ટેડ લોકો જ સામેલ થશે.

બાદમાં બંને આપશે લગ્નની ગ્રાન્ડ પાર્ટી

બાદમાં બંને આપશે લગ્નની ગ્રાન્ડ પાર્ટી

લગ્ન બાદ બંને ભારતમાં પોતાના મિત્રો અને સંબંધીઓને લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન આપશે. જણાવી દઈએ કે વર્ષ 2013માં દીપિકા અને રણવીર સિંહના સંબંધનો ખુલાસો થયો હતો. બંને સાથે આવ્યા તે પહેલા બંનેનું બ્રેક-અપ થઈ ગયું હતું.

દીપિકા અને રણવીરની હૉટ કેમેસ્ટ્રી

દીપિકા અને રણવીરની હૉટ કેમેસ્ટ્રી

એક સમય એવો હતો જ્યારે દીપિકા રણબીર કપૂરના પ્રેમમાં ગળાડૂબ હતી ત્યારે બીજી બાજુ રણવીરનું નામ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે જોડાયેલ હતું બાદમાં અનુષ્કા-રણવીર અલગ થઈ ગયા ત્યારે દીપિકા અને રણબીરે પણ પોતાના રસ્તા અલગ કરી મૂક્યા હતા. જો કે આજે પણ દીપિકાની ડોક પર રણબીર કપૂરના નામનું ટેટૂ છે. રણવીર અને દીપિકા ખુલીને પોતાના પ્રેમની વાત ભલે જગ જાહેર ન કરતાં હોય પણ તે બંને દરેક ઈવેન્ટ-પાર્ટીમાં સાથે જ જોવા મળે છે. બંને રામ-લીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત જેવી સુપર હીટ ફિલ્મો આપી ચૂક્યા છે. આ પણ વાંચો-આ ગંભીર બીમારી સામે લડી રહી છે અભિનેત્રી અનુષ્કા શર્મા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X