રણવીરે ગર્લફ્રેન્ડ દીપિકા સાથે આ રીતે કર્યો બર્થ ડે સેલિબ્રેટ!

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડના બાજીરાવ રણવીર સિંહનો આજે 33મો જન્મ દવિસ છે. બોલિવૂડમાં રણવીર સિંહનો અંદાજ સૌથી નિરાળો છે, તેની એનર્જી અને ખુશમિજાજી સ્વભાવ તેને બધાથી અલગ પાડે છે. જે રણવીર સિંહને એકવાર મળે, તે એની સાથે મિત્રતા કર્યા વિના રહી ના શકે. ફિલ્મો સિવાય રણવીર સિંહ પોતાના ડ્રેસિંગ, ક્યારેક નિવેદનો અને ખાસ કરીને દીપિકા પાદુકોણ સાથેની રિલેશનશિપને લઇને ચર્ચામાં રહ્યા છે. રણવીર સિંહે પોતાના જન્મદિવસની શરૂઆત કઇ રીતે કરી, જાણો અહીં..

સ્પેશિયલ બર્થ ડે સેલિબ્રેશન

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને લગભગ છેલ્લા 4 વર્ષથી સાથે છે. તેમણે ક્યારેય પોતાના રિલેશનનો ખુલીને સ્વીકાર નથી કર્યો, પરંતુ તેઓ હંમેશા સાથે જોવા મળે છે. બુધવારે રાત્રે દીપિકા અને રણવીર લોંગ ડ્રાઇવ પર નીકળ્યા હતા અને ત્યારે કેમેરામાં કેપ્ચર પણ થઇ ગયા હતા.

સ્પેશિયલ બર્થ ડે ગિફ્ટ

સ્પેશિયલ બર્થ ડે ગિફ્ટ

રણવીરે પોતાની બર્થ ડે પર પોતાના માટે એક મોંઘીદાટ કાર ખરીદી છે. કાર લઇને તે સીધા દીપિકાના ઘરે પહોંચ્યો હતો અને પછી બંન્ને લોંગ ડ્રાઇવ પર નીકળી ગયા હતા. ત્યાર બાદ મુંબઇ સ્થિત તાજ હોટેલમાં રણવીર અને દીપિકાએ ડિનર લઇ રણવીરનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો.

વેક્સ સ્ટેચ્યૂ

વેક્સ સ્ટેચ્યૂ

રણવીર સિંહ પોતાના જન્મદિવસે જ ફ્રાન્સના પેરિસમાં આવેલ ગ્રેવિન વેક્સ મ્યૂઝિયમમાં પોતાના વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ કરશે. રણવીર માટે આનાથી શ્રેષ્ઠ બર્થ ડે ગિફ્ટ બીજી કઇ હોઇ શકે? ગત વર્ષે ફિલ્મ 'બેફિક્રે'ના શૂટિંગ દરમિયાન તેઓ ફ્રાન્સમાં હતા, ત્યારે જ આ સ્ટેચ્યૂ માટે મેઝરમેન્ટ લેવામાં આવ્યા હતા. ઐશ્વર્યા રાય અને શાહરૂખ ખાન બાદ રણવીર સિંહ ત્રીજા એવા સ્ટાર છે, જેનું વેક્સ સ્ટેચ્યૂ આ મ્યૂઝિમમાં લાગશે.

રણવીર સિંહ ભવનાની

રણવીર સિંહ ભવનાની

રણવીર સિંહનું આખું નામ છે, રણવીર સિંહ ભવનાની. જો કે, બોલિવૂડમાં આવ્યા પછી, તેણે ભવનાની સરનેમ કાઢી નાંખી છે. રણવીરનો જન્મ મુંબઇમાં જ એક સિંધી પરિવારમાં થયો હતો. તેને પહેલેથી જ એક્ટર બનવાની ઇચ્છા હતી. શાળાના દિવસોથી જ રણવીર સિંહ ડ્રામા અને ડિબેટ્સમાં આગળ વધીને ભાગ લેતો હતો.

સોનમ કપૂરનો કઝિન

સોનમ કપૂરનો કઝિન

ઘણા ઓછાને ખબર હશે કે, રણવીર સિંહ સોનમ કપૂરનો દૂરનો કઝિન થાય છે. સોનમ કપૂરના માતા સુનિતા કપૂરની લગ્ન પહેલાની સરનેમ હતી ભવનાની. પરંતુ ફિલ્મો મેળવવા માટે રણવીરે ક્યારેય આ ફેમિલી કનેક્શનનો ઉપયોગ નથી કર્યો.

આહના દેઓલ સાથે અફેર

આહના દેઓલ સાથે અફેર

જી હા, રણવીર સિંહ અને હેમા માલિની નાની દિકરી આહના દેઓલ એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. કહેવાય છે કે, એ સમયે આ બંન્નેનો અફેર પણ હતો. જો કે, રણવીર બોલિવૂડમાં આવ્યા પહેલાં જ બંન્ને છૂટા પડી ગયા હતા.

કોપી રાઇટર તરીકે કર્યું છે કામ

કોપી રાઇટર તરીકે કર્યું છે કામ

કોલેજમાં રણવીર સિંહે ક્રિએટિવ રાઇટિંગનો અભ્યાસ કર્યો છે. ફિલ્મોમાં આવતાં પહેલાં તેણે કેટલીક એડવર્ટાઝિંગ એજન્સિમાં કોપી રાઇટર તરીકે પણ કામ કર્યું છે. ત્યાર બાદ તેણે ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું અને ધીરે-ધીરે પોતાનો પોર્ટફોલિયો બનાવી ડાયરેક્ટર્સને મોકલવાનું શરૂ કર્યું. હાલ રણવીર સિંહ પોતાના કરિયરના પિક પોઇન્ટ પર છે. ટૂંક સમયમાં જ તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી'માં જોવા મળશે.

English summary
It's bollywood actor Ranveer Singh's Birthday, he gifted himself a car and took Deepiak Padukone on long drive.
Please Wait while comments are loading...