રણવીરને હૉસ્પિટલમાંથી મળી રજા, 15 દિવસ આરામ કરશે
મુંબઈ, 4 ઑક્ટોબર : બૉલીવુડના નવા-નવા અભિનેતા ગણાતા રણવીર સિંહ સાજા થઈ ગયાં છે અને તેમને હૉસ્પિટલમાં રજા આપી દેવામાં આવી છે. તેમને તબીબોએ પંદર દિવસ આરામ કરવાની સલાહ આપી છે.

ગત 27મી સપ્ટેમ્બરે રણવીર સિંહને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. કોલકાતામાં ગુન્ડે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ બીમાર થઈ ગયા હતાં. મુંબઈ આવ્યા બાદ તબીબોએ નિદાન કર્યું કે રણવીર સિંહ ડેંગ્યુથી પીડાય છે. તે પછી તેમને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરી દેવાયાં.
રણવીર સિંહ છ દિવસ હૉસ્પિટલમાં રહ્યાં. જોકે તેમની હાલતમાં સતત સુધારો થતો હતો, પરંતુ કહે છે કે દીપિકા પાદુકોણે મળવા આવ્યા બાદ રણવીર સિંહ એકદમ સાજા થઈ ગયાં. રણવીરે તેમના માટે દુઆઓ કરનાર ફૅન્સ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. ગઈકાલે રણવીર સિંહને હૉસ્પિટલમાંથી રજા પણ આપી દેવાઈ. રણવીરના પ્રવક્તાના જણાવ્યા મુજબ તબીબોએ તેમને પંદર દિવસ આરામ કરવાની સલાહ આપી છે.
રણવીર સિંહ હાલ પોતાની આવનાર ફિલ્મ રામલીલા અંગે ચર્ચામાં છે. ફિલ્મનું જોરદાર પ્રમોશન ચાલી રહ્યું છે. જોકે રણવીર બીમાર પડતાં ફિલ્મના પ્રમોશનમાં થોડાક વિઘ્નો ઉભા થયા છે. દીપિકા પાદુકોણે સાથેની રણવીરની આ પ્રથમ ફિલ્મ રામલીલા આગામી 15મી નવેમ્બરે રિલીઝ થવાની છે.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
