રણવીર સિંહને ફરીથી મળી ન્યૂડ ફોટોશૂટની ઑફર, આ વખતે કારણ છે ખૂબ જ ઉમદા

હવે રણવીર સિંહને અન્ય એક મોટી સંસ્થા દ્વારા ન્યૂડ ફોટા માટે ઑફર કરવામાં આવી છે. જાણો વિગત.

મુંબઈઃ બૉલિવુડ સ્ટાર રણવીર સિંહે હાલમાં જ એક પેપર મેગેઝીન માટે પોતાનુ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યુ હતુ, જેના પછી તે જબરદસ્ત હેડલાઈન્સમાં આવ્યો હતો. આ ફોટો સોશિયલ મીડિયા પર શેર થતા જ હોબાળો મચી ગયો હતો અને તેને લઈને તેને જોરદાર ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. હવે રણવીર સિંહને અન્ય એક મોટી સંસ્થા દ્વારા ન્યૂડ ફોટા માટે ઑફર કરવામાં આવી છે. આ સંસ્થા પ્રાણીઓની સુરક્ષા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

પ્રાણીઓની રક્ષા કરતી આ સંસ્થાએ આપી ઑફર

પ્રાણીઓની રક્ષા કરતી આ સંસ્થાએ આપી ઑફર

રણવીર સિંહને પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ્સ (પેટા) ઈન્ડિયા તરફથી ન્યૂડ ફોટોશૂટ કરાવવા માટે આ નવી ઑફર મળી છે. PETA એ અભિનેતા રણવીર સિંહને એક પત્ર લખ્યો છે અને તેને તેની PETA સંસ્થા માટે પેપર મેગેઝીનની જેમ ન્યુડ ફોટોશૂટ કરાવવા માટે આમંત્રણ આપ્યુ છે.

પેટાએ જણાવ્યુ ઉમદા કારણ

પેટાએ જણાવ્યુ ઉમદા કારણ

PETAએ રણવીર સિંહને શાકાહારને પ્રોત્સાહન આપતા અભિયાન માટે આ ફોટોશૂટ કરવાની વિનંતી કરી છે. તેમણે આ અભિયાન દ્વારા શાકાહારને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો. તેણે લખ્યુ કે આશા છે કે તમે અમારા માટે આ કામ કરશો.

પેટાએ આપ્યુ આ નામાંકિત એક્ટરનુ ઉદાહરણ

પેટાએ આપ્યુ આ નામાંકિત એક્ટરનુ ઉદાહરણ

વધુમાં PETAએ અભિનેતા પામેલા એન્ડરસનનુ ઉદાહરણ ટાંક્યું, જેમણે અગાઉ PETAના 'All Animals, and the Same Parts - Try Vegan' અભિયાન માટે પોઝ આપ્યો હતો.

પેટાએ કહ્યુ કે આશા છે કે અમારા માટે પણ પેન્ટ છોડી દેશો

પેટાએ કહ્યુ કે આશા છે કે અમારા માટે પણ પેન્ટ છોડી દેશો

પેટાએ રણવીરને પત્રમાં લખ્યુ, 'પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ્સ (PETA) ઈન્ડિયા દેશનુ સૌથી પ્રખ્યાત પ્રાણી અધિકાર જૂથ, જેના 20 લાખથી વધુ સભ્યો અને સમર્થકો છે. અમે તમારુ માથુ ચકરાઈ જાય તેવુ પેપર મેગેઝિનનુ ફોટોશૂટ જોયુ - અને અમે આશા રાખીએ છીએ કે તમે અમારા માટે પણ પેન્ટ ઉતારશો.'

પેટાએ અભિનેત્રી પામેલાનો પણ ન્યૂડ ફોટો શેર કર્યો.

પેટાએ અભિનેત્રી પામેલાનો પણ ન્યૂડ ફોટો શેર કર્યો.

પ્રાણીઓ પ્રત્યે દયા અને કરુણાને પ્રોત્સાહન આપવા માટે શું તમે 'All Animals Have the Same Parts - Try Vegan' ટેગલાઈન સાથે પેટા ઈન્ડિયાની એક નગ્ન જાહેરાત સાથે પ્રકાશિત થવા પર વિચાર કરશો?' આ સાથે પત્રમાં લખ્યુ કે, 'મેં તમારા જોવા માટે અભિનેત્રી પામેલા એન્ડરસનનો એક રેફરન્સ ફોટો અટેચ કર્યો છે.'

રણવીર સિંહને જ પેટાએ કેમ આપી ઑફર

તમને જણાવી દઈએ કે અભિનેતા રણવીર સિંહે ખુલાસો કર્યો હતો કે તે શાકાહારી આહારને અનુસરે છે. રિપોર્ટ મુજબ રણવીરે આ 'રૉકી અને રાની'ની લવસ્ટોરી માટે કર્યુ છે. આ ફિલ્મમાં રણવીર આલિયા ભટ્ટની સામે જોવા મળશે. આ પહેલા બંને ગલી બૉયમાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મનુ શૂટિંગ પૂર્ણ થઈ ગયુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X