રણવીર સિંહે ખોલ્યો રાઝ, પિતા વિષે કઈ અફવાએ કર્યા હતા પરેશાન
રણવીર સિંહે જણાવ્યુ છે કે તેમની પહેલી ફિલ્મ માટે તેમના પિતા તરફથી નિર્માતાને પૈસા આપવાની અફવાએ તેમને ખૂબ પરેશાન કરી દીધા હતા.
રણવીર સિંહ એક એવા અભિનેતા છે જેમણે અમુક વર્ષોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાને સ્થાપિત કર્યા છે. એક પછી એક ઘણી હિટ ફિલ્મો રણવીરના નામ પર છે. ફિલ્મો સાથે પોતાના મજાકિયા અંદાજ માટે પણ રણવીર જાણીતા છે. હાલમાં જ રણવીર સિંહે જણાવ્યુ છે કે તેમની પહેલી ફિલ્મ માટે તેમના પિતા તરફથી નિર્માતાને પૈસા આપવાની અફવાએ તેમને ખૂબ પરેશાન કરી દીધા હતા.

એક અફવાએ કરી હતી મને પરેશાન
એવુ માનવામાં આવે છે કે રણવીર સામાન્ય રીતે કૂલ બનીને રહે છે અને કોઈ અફવા, ગૉસિપ કે ટીકાથી તે વધુ પરેશાન નથી થતા. હાલમાં જ ફિલ્મફેરને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે એક અફવાએ તેમને ખૂબ પરેશાન કરી દીધા હતા. તેમના વિશે કહેવામાં આવ્યુ હતુ કે તેમના પિતા આદિત્ય ચોપડાને દસ લાખ રૂપિયા આપ્યા છે. રણવીરનું કહેવુ છે કે આ તેમના શરૂઆતના દિવસો હતા અને આ વાતથી તે ખૂબ જ પરેશાન થઈ ગયા હતા.

હું આનાથી ઘણો પરેશાન રહ્યો
રણવીર સિંહે જણાવ્યુ કે આ પ્રકારની વાતો કહેવામાં આવી રહી કે મારા પિતાએ આદિત્યને દસ લાખ રૂપિયા મારી ડેબ્યુ ફિલ્મ માટે આપ્યા. આનાથી હું પરેશાન હતો કારણકે મારુ કામ પ્રતિભા અને કેરિયર સવાલોમાં હતુ. હું બહુ મહેનત કરીને ફિલ્મ મેળવી શક્યો હતો પરંતુ એક અફવાએ મારી મહેનત પર સવાલ ઉઠાવ્યા હતા. જો કે હું જલ્દી આમાંથી નીકળી ગયો.

સિંબાની સફળતાનો લુત્ફ લઈ રહેલા રણવીર
રણવીર સિંહની હાલમાં જ આવેલી ફિલ્મ સિંબા જબરદસ્તા કમાણી કરી રહી છે. ફિલ્મ 200 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. રણવીર હાલમાં ગલી બૉયમાં કામ કરી રહ્યો છે. હાલમાં જ દીપિકા પાદુકોણના લગ્ન બાદ રણવીર ગૃહસ્થ જીવનમાં પણ પ્રવેશ કરી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
