For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રણવીર સિંહને ચડ્યો 'ગહરાઈયાં'નો નશો, દીપિકાને કરી લિપ લૉક Kiss, શેર કર્યો રોમાન્સમાં ડૂબેલો ફોટો

રણવીર સિંહે દીપિકા પાદુકોણને લિપ લૉક કરતો ખૂબ જ રોમેન્ટીક ફોટો શેર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં પોતાની ફિલ્મ ગહરાઈયાંના બોલ્ડ કિસિંગ સીનને લઈને ચર્ચામાં છે. 11 ફેબ્રુઆરીએ દીપિકાની આ ફિલ્મ જેમાં અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી તેની સાથે છે તે રિલીઝ થઈ ચૂકી છે. ગહરાઈયાંના બોલ્ડ સીન જોઈને લોકો દીપિકાના પતિ રણવીર સિંહને ટ્રોલ કરી રહ્યા હતા કે હવે તો દીપિકા ગઈ તને છોડીને. હવે રણવીર સિંહે દીપિકા પાદુકોણને લિપ લૉક કરતો ખૂબ જ રોમેન્ટીક ફોટો શેર કર્યો છે.

ગહરાઈયાં જોતા રણવીર થયા ખૂબ જ રોમેન્ટીક

ગહરાઈયાં જોતા રણવીર થયા ખૂબ જ રોમેન્ટીક

રણવીર અને દીપિકાની પર્સનલ લાઈફનો આ સૌથી બોલ્ડ અને રોમેન્ટીક ફોટો છે એમ કહીએ તો એ ખોટુ નહિ ગણાય. દીપિકાની ગહરાઈયાં 11 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ અને રણવીર સિંહે સમુદ્ર કિનારે દીપિકા સાથે પ્રેમમાં ડૂબેલો ફોટો શરે કરી દીધો અને કેપ્શનમાં લખ્યુ જેનાથી ખબર પડી રહી છે કે તે ફિલ્મ જોઈને વધુ રોમેન્ટીક થઈ ગયા છે.

પ્રેમની ગહરાઈયામાં ડૂબેલા જોવા મળ્યા દીપિકા અને રણવીર

પ્રેમની ગહરાઈયામાં ડૂબેલા જોવા મળ્યા દીપિકા અને રણવીર

રણવીરે જે ફોટો શેર કર્યો છે તેમાં રણવીર ઉઘાડા શરીરમાં છે અને દીપિકા વ્હાઈટ ટ્રાન્સપરન્ટ શર્ટમાં દેખાઈ રહી છે અને બંને એકબીજાને લિપ લૉક કિસ કરીને આંખો બંધ કરીને એકબીજાના પ્રેમમાં ડૂબેલા દેખાઈ રહ્યા છે.

કેપ્શનમાં લખ્યુ - ડૂબે, હા ડૂબો. એકબીજામાં અહી

કેપ્શનમાં લખ્યુ - ડૂબે, હા ડૂબો. એકબીજામાં અહી

ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને રણવીરે લખ્યુ, 'ડૂબે, હા ડૂબે. એકબીજામાં અહીં. શું લાજવાબ પરફૉર્મન્સ, ઉત્કૃષ્ટ, સૌથી શાનદાર અને લાજવાબ! શું શ્રેષ્ઠ માસ્ટરક્લાસ પરફૉર્મન્સ છે, બેબી! ખૂબ જ ઉમદા, બારીક અને દિલને સ્પર્શી જતી કલાકારી! આમાં તે તારુ બેસ્ટ અને સર્વશ્રેષ્ઠ આપ્યુ છે. મને તારા પર ગર્વ છે.'

શું ઈંટીમેટ સીન કરતા પહેલા દીપિકાએ રણવીરની લીધી હતી પરમિશન?

તમને જણાવી દઈએ કે દીપિકાએ ગહરાઈયાં ફિલ્મમાં ઈંટીમેટ સીન પણ આપ્યા છે અને જ્યારે ટ્રેલર સામે આવ્યુ ત્યારે ઈન્ટરનેટ યુઝર્સ દીપિકાને ઈંટીમેટ સીન્સ માટે ટ્રોલ કરવા લાગ્યા હતા. અમુક ફેન્સ પૂછી રહ્યા હતા કે શું દીપિકા પાદુકોણે ઈંટીમેટ સીન શૂટ કરવા માટે પતિ રણવીર સિંહની પરમિશન લીધી હતી? ટ્રોલર્સે આ કમેન્ટનો જવાબ આપીને કહ્યુ હતુ કે આ સ્ટુપિડ છે કે આપણે આના પર રિએક્શન પણ આપી રહ્યા છે, મને લાગે છે કે આપણા માટે આ સૌથી જરુરી વાત છે, હું કમેન્ટ્સ નથી વાંચતો. મને વિશ્વાસ છે કે તે પણ નથી વાંચતો અને યક! મને આ ખૂબ મૂર્ખામીભર્યુ લાગે છે.

રિલ લાઈફમાં આ ફિલ્મોમાં બંને સાથે જોવા મળ્યા

રિલ લાઈફમાં આ ફિલ્મોમાં બંને સાથે જોવા મળ્યા

રણવીર અને દીપિકાએ છ વર્ષના સંબંધ બાદ નવેમ્બર 2018માં લગ્ન કર્યા હતા. તેમણે પોતાની પહેલી ફિલ્મ, સંજય લીલા ભણશાળીની ગોલીયોં કી રાસલીલા રામ લીલાના નિર્માણ દરમિયાન પ્રેમ થઈ ગયો, જે 2013માં રિલીઝ થઈ હતી. રણવીર અને દીપિકાએ બાજીરાવ મસ્તાની, પદ્માવત અને 83માં એકસાથે કામ કર્યુ છે. તે પોતાની ફિલ્મ ફાઈંડિંગ ફેનીમાં પણ જોવા મળ્યા હતા.

English summary
Ranveer Singh immersed in romance waching Gehraiyaan, lip lock kiss to Deepika, share photo
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X