Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

OMG! ફરાહની B'day પાર્ટીમાં રણવીરે દીપિકાને Propose કરી : જુઓ 37 તસવીરો

મુંબઈ, 9 જાન્યુઆરી : રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે હજી સુધી પણ પોતાની રિલેશનશિપ અંગે જાહેરમાં કોઈ ખુલાસો કરતા નથી, પરંતુ જાહેરમાં બંનેના વર્તન તેમની રિલેશનશિપની ખુલ્લેઆમ ચાડી ખાય છે.

માલદીવ ખાતે નવા વર્ષની સાથે-સાથે ઉજવણી કરનાર રણવીર-દીપિકા તાજેતરમાં બેંગલુરૂ ખાતે પણ સાથે એન્જૉય કરતા દેખાયાં કે જ્યારે દીપિકા પાદુકોણેનો જન્મ દિવસ હતો.

હવે ફરી એક વાર રણવીર-દીપિકા સાથે કૅમેરે કેદ થયા છે અને આ વખતે તો જે તસવીર કૅમેરે કંડારાઈ છે, તેમાં રણવી સિંહ રીતસર દીપિકાને પ્રપોઝ કરતા જણાય છે.

પ્રસંગ હતો જાણીતા ફિલ્મ દિગ્દર્શક ફરાહ ખાનની પાર્ટીનો કે જેમાં રણવીર-દીપિકા જ નહીં, પણ આખુ બૉલીવુડ જાણે ઉમટી પડ્યુ હતું, પરંતુ ચર્ચિત જોડીઓમાં રણવીર-દીપિકાનું નામ મોખરે હતું. કરણ જૌહરે રણવીરની આ મસ્તી વિશે સવાલ કર્યો, તો દીપિકા રણવીરની આ મસ્તીને ઇગ્નોર કરતા જણાયાં.

નોંધનીય છે કે રામલીલા ફિલ્મ સાથે શરૂ થયેલ રણવીર-દીપિકાનો રોમાંસ સતત પૂરબહારમાં ખીલતો જાય છે અને આ વર્ષે તો બંને બાજીરાવ મસ્તાનીમાં ફરી એક વાર ઑન-સ્ક્રીન રોમાંસ કરતા પણ દેખાવાનાં છે.

ખેર, વાત જરા ફરાહ ખાનની પણ કરી લઇએ. તાજેતરમાં જ હૅપ્પી ન્યુ ઈયર જેવી સુપર હિટ ફિલ્મ આપનાર ફરાહ ખાન આજે 50 વર્ષના થઈ ગયાં. તેમના 50મા જન્મ દિવસે એક શાનદાર પાર્ટી યોજવામાં આવી હતી.

ફરાહ ખાનની બર્થ ડે પાર્ટીમાં રણવીર-દીપિકા જ નહીં, પણ ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, સોનમ કપૂર, તબ્બુ સહિતની ઘણી બધી બૉલીવુડ હસ્તીઓએ હાજરી આપી હતી.

ચાલો આપને બતાવીએ ફરાહ ખાનની બર્થ ડે પાર્ટીની 40 તસવીરો :

સાથ-સાથ

સાથ-સાથ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણેને તો સાથે-સાથે રહેવાનુ બહાનુ જોઇતુ હતું અને આજે ફરાહ ખાનના જન્મ દિવસની પાર્ટી તરીકે તેમનું વધુ એક બહાનુ મળી ગયું.

રણવીર-દીપિકા

રણવીર-દીપિકા

ફરાહ ખાનની બર્થ ડે પાર્ટીમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે સાથે પહોંચ્યા હતાં કે જેમાં રણવીર દીપિકાને પુષ્પ આપી પ્રપોઝ કરતા જણાય છે, પરંતુ દીપિકા રણવીરની અવગણના કરી રહ્યા છે.

કરણની મસ્તી

કરણની મસ્તી

કરણ જૌહર પોતાના હાથ વડે દીપિકાને રણવીરની ગુસ્તાખી અંગે જણાવે છે. કરણ રણવીરની બાલિશતા અને એન્ટિક્સને લઈને હસે છે.

પ્રપોઝલ

પ્રપોઝલ

સિક્યુરિટી કર્મચારીઓ રણવીર સિંહની આ મસ્તીને આંખો પહોળી કરીને જોતા જ રહી ગયાં. રણવીરના પ્રપોઝ સામે દીપિકા માત્ર હસતા જ રહ્યાં. તેમણે કોઈ પણ પ્રકારનું રિએક્ટ ન કર્યું. આ શું સાચે જ પ્રપોઝલ હતું કે પછી માત્ર જોક?

ફરાહ-શિરીષ

ફરાહ-શિરીષ

ફરાહ ખાનનો આજે જન્મ દિવસ છે. તેમણે ગઈકાલે રાત્રે જન્મ દિવસની પાર્ટી યોજી હતી. તસવીરમાં ફરાહ પોતાના પતિ શિરીષ કુંદર અને બંને સંતાનો સાથે પોઝ આપી રહ્યાં છે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણેએ ગત 5મી જાન્યુઆરીએ જ પોતાનો જન્મ દિવસ ઉજવ્યો. તેઓ ફરાહની પાર્ટીમાં સ્ટનિંગ લાગતા હતાં.

રણવીર સિંહ

રણવીર સિંહ

હવે કોઈ પાર્ટીમાં દીપિકા પહોંચ્યા હોય, તો રણવીર કઈ રીતે બાકી રહી જાય.

અભિષેક-ઐશ

અભિષેક-ઐશ

ઐશ્વર્યારાય તથા અભિષેક બચ્ચને પીડીએનું પ્રદર્શન કર્યું. ફરાહની ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરમાં અભિષેક પણ તો હતાં

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ પણ ફરાહની બર્થ ડે પાર્ટીમાં સ્ટનિંગ લુકમાં પહોંચ્યા હતાં.

વિદ્યા-સિદ્ધાર્થ

વિદ્યા-સિદ્ધાર્થ

ફરાહની પાર્ટીમાં વિદ્યા બાલન પોતાના પતિ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે પહોંચ્યા હતાં.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂર ફૅબ્યુલસ બ્લૅક આઉટફિટમાં કહેર વરસાવી રહ્યા હતાં. સોનમ ડૉલી કી ડોલીને લઈને ચર્ચામાં છે.

કંગના રાણાવત

કંગના રાણાવત

કૂલ રેડ આઉટફિટમાં કંગના રાણાવત પણ ફરાહની પાર્ટીનો ભાગ બન્યા હતાં. કંગના હાલમાં તનુ વેડ્સ મનુની સિક્વલના શૂટિંગમાં વ્યસ્ત છે.

માધુરી-શ્રીરામ

માધુરી-શ્રીરામ

ફરાહની બર્થ ડે પાર્ટીમાં માધુરી દીક્ષિત પોતાના પતિ ડૉ. શ્રીરામ નેને સાથે પહોંચ્યા હતાં.

રીતેશ-જેનેલિયા

રીતેશ-જેનેલિયા

તાજેતરમાં જ પુત્રને જન્મ આપનાર જેનેલિયા ડિસૂઝા પહેલી વખત જાહેરમાં આવ્યાં અને તે પણ પતિ રીતેશ દેશમુખ સાથે.

કુણાલ-નૈના

કુણાલ-નૈના

કુણાલ કપૂર પોતાના મંગેતર નૈના બચ્ચન સાથે પહોંચ્યા હતાં. હા જી, નૈના અમિતાભ બચ્ચનના ભત્રીજી અને અજિતાભ બચ્ચનના પુત્રી છે.

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન પોતાના હૉટ અંદાજમાં પહોંચ્યા હતાં.

અરબાઝ-સોહેલ

અરબાઝ-સોહેલ

મલાઇકા સાથે જ તેમના પતિ અરબાઝ ખાન અને દીયર સોહેલ ખાન પણ હાજર રહ્યા હતાં. જોકે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત સલમાન ખાન આ પાર્ટીમાં ન આવી શક્યાં.

લારા દત્તા

લારા દત્તા

અભિનેત્રી લારા દત્તા હાલમાં માતૃત્વનો આનંદ માણી રહ્યા છે. આમ છતાં તેઓ સમય કાઢી સ્ટનિંગ લુક સાથે ફરાહની પાર્ટીમાં પહોંચ્યા હતાં.

અમૃતા અરોરા

અમૃતા અરોરા

ફિલ્મી પડદાથી ગાયબ અમૃતા અરોરા આજકાલ પાર્ટીઓ અને ઇવેંટ્સમાં જ દેખાય છે.

મીકા-પુનીત

મીકા-પુનીત

મીકા સિંહ અને પુનીત મલ્હોત્રાએ પણ ફરાહને શુભેચ્છા પાઠવી હતી.

રણદીપ હુડા

રણદીપ હુડા

રણદીપ હુડા 80ના દાયકાના એક્ટરના અવતારમાં પહોંચ્યા હતાં. આ લુક તેમણે આગામી ફિલ્મ મૈં ઔર ચાર્લ્સ માટે ધર્યો છે.

નસીર પરિવાર

નસીર પરિવાર

ફરાહની પાર્ટીમાં નસીરુદ્દીન શાહ, તેમના પુત્ર વિવાન શાહ અને પત્ની રત્ના પાઠક પણ પહોંચ્યા હતાં. વિવાને હૅપ્પી ન્યુ ઈયર દ્વારા બૉલીવુડ ડેબ્યુ કર્યુ છે.

સાજિદ-સોનૂ

સાજિદ-સોનૂ

ફરાહના ભાઈ સાજિદ ખાન હૅપ્પી ન્યુ ઈયરમાં કામ કરનાર સોનૂ સૂદ સાથે ફરાહને જન્મ દિવસની શુભેચ્છા આપવા પહોંચ્યા હતાં.

ગૌરી ખાન

ગૌરી ખાન

હૅપ્પી ન્યુ ઈયરના લીડ હીરો શાહરુખ ખાન ફરાહની પાર્ટી મિસ કરી ગયાં, કારણ કે તેઓ ઇલિયાના સાથે ફૅન ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતાં. શાહરુખના પત્ની ગૌરી ખાન જરૂર પહોંચ્યા હતાં.

તબ્બુ

તબ્બુ

જય હો બાદ હૈદરમાં પણ શાનદાર પરફૉર્મન્સ આપનાર અભિનેત્રી તબ્બુ બોલ્ડ લુકમાં પહોંચ્યા હતાં.

એકતા કપૂર

એકતા કપૂર

એકતા કપૂર કોઇક રહસ્યમય વ્યક્તિ સાથે ફરાહની પાર્ટીમાં પહોંચ્યા હતાં.

અમૃતા રાવ

અમૃતા રાવ

મોટા પડદેથી ગાયબ અમૃતા રાવ પણ ફરાહની પાર્ટીમાં દેખાયા હતાં. તેમની છેલ્લી ફિલ્મ મૈં હૂં ના હતી.

જાવેદ-શબાના

જાવેદ-શબાના

જાવેદ અખ્તર અને તેમના પત્ની શબાના આઝમી સપરિવાર ફરાહની પાર્ટીમાં આવ્યા હતાં.

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર તેમના પત્ની અધુના સાથે ફરાહને વિશ કરવા પહોંચ્યા હતાં. ફરહાન હવે વઝીર ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે દેખાવાના છે.

ગોલ્ડી-સોનાલી

ગોલ્ડી-સોનાલી

સોનાલી બેન્દ્રે પણ પતિ ગોલ્ડી બહલ સાથે ફરાહની પાર્ટીનો ભાગ બન્યા હતાં.

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન

બૉલીવુડમાં કમબૅકની તૈયારી કરી રહેલા સુષ્મિતા સેન પણ ફરાહને વિશ કરવા પહોંચ્યા હતાં.

અનુપમ ખેર

અનુપમ ખેર

અક્ષય કુમારની બૅબી ફિલ્મમાં ફરી એક વાર મહત્વની ભૂમિકા ભજવી રહેલા અનુપમ ખેરે પણ ફરાહની પાર્ટીમાં હાજરી આપી હતી.

કરણ-મનીષ

કરણ-મનીષ

ફરાહની પાર્ટીમાં કરણ જૌહર તથા મનીષ મલ્હોત્રા હાજર હ્યા હતાં.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

હૉલીવુડ પ્રોજેક્ટમાં વ્યસ્ત મલ્લિકા શેરાવતને પણ ફરાહની પાર્ટી માટે સમય મળી જ ગયો. તેમની આગામી બૉલીવુડ ફિલ્મ ધ ડર્ટી પૉલિટિક્સ છે.

જૅકી શ્રૉફ

જૅકી શ્રૉફ

હૅપ્પી ન્યુ ઈયરમાં ફરાહ સાથે કામ કરનાર જૅકી શ્રૉફ ફરાહને વિશ કરતા કેમ રહી જાય.

અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપ

દિગ્દર્શક અનુરાગ કશ્યપે પણ ફરાહને વિશ કર્યુ હતું. અનુરાગની આગામી ફિલ્મ બૉમ્બે વેલ્વેટ છે.

સિમી ગરેવાલ

સિમી ગરેવાલ

જૂના જમાનાના અભિનેત્રી સિમી ગરેવાલે પણ ફરાહ ખાનને તેમના જન્મ દિવસે શુભેચ્છા પાઠવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X