રણવીર સિંહે આ કારણોસર NCBની પૂછપરછ દરમિયાન દીપિકા સાથે રહેવાનો કર્યો અનુરોધ

એનસીબીએ પૂછપરછ માટે દીપિકાને 26 સપ્ટેમ્બરે બોલાવી છે. આ દરમિયાન રણવીર સિંહે એનસીબીને એક ખાસ અનુરોધ કર્યો છે.

નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલ એનસીબીએ અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહને સમન જારી કર્યા છે. એનસીબીએ પૂછપરછ માટે દીપિકાને 26 સપ્ટેમ્બરે બોલાવી છે. વળી, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનને પણ 26 સપ્ટેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યુ છે. રિપોર્ટ અનુસાર એનસીબીનુ કહેવુ છે કે ધરપકડ થતા પહેલા 6 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર વચ્ચે પૂછપરછ દરમિયાન રિયા ચક્રવર્તીએ આ અભિનેત્રીઓના નામ લીધા હતા. આ દરમિયાન રણવીર સિંહે એનસીબીને એક ખાસ અનુરોધ કર્યો છે.

દીપિકા સાથે કેમ રહેવા માંગે છે રણવીર?

દીપિકા સાથે કેમ રહેવા માંગે છે રણવીર?

રણવીર સિંહે એનસીબીને અનુરોધ કરીને કહ્યુ કે તે શનિારે પૂછપરછ દરમિયાન પોતાની પત્ની દીપિકા પાદુકોણ સાથે રહેવા ઈચ્છે છે. એનસીબીને લખેલી પોતાની એપ્લીકેશનમાં રણવીરે કહ્યુ છે કે ઘણી વાર દીપિકા પાદુકોણને ગભરામણ થાય છે અને પેનિક એટેક આવે છે માટે તે દીપિકા સાથે રહેવાની પરવાનગી ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણની તેની મેનેજર સાથે 2017માં થયેલી વૉટ્સએપ ચેટ સામે આવ્યા બાદ એનસીબીએ તેને સમન જારી કર્યા છે. પોતાની વાયરલ ચેટમાં અભિનેત્રીએ મેનેજરને 'હાશ' વિશે વાત કરી હતી.

રણવીરની અરજી પર કોઈ નિર્ણય નહિ

રણવીરની અરજી પર કોઈ નિર્ણય નહિ

પોતાની અરજીમાં રણવીર સિંહ એ પણ કહ્યુ કે તે કાયદાનુ પાલન કરનાર નાગરિક છે. તેને એ અંગેની જાણ છે કે તે દીપિકા સાથે પૂછપરછ દરમિયાન શામેલ ન થઈ શકે પરંતુ તેમછતાં પત્નીની માનસિક સ્થિતિ માટે એનસીબીની ઑફિસમાં આવવાનો અનુરોધ કરી રહ્યા છે. જો કે એનસીબીએ રણવીર સિંહની આ અરજી પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. દીપિકા સાથે જ સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર પણ પૂછપરછ માટે આવશે. દીપિકાન મેનેજર કરિશ્મા પ્રકાશની આજે પૂછપરછ થશે.

આજે થશે રકુલ પ્રીતની પૂછપરછ

આજે થશે રકુલ પ્રીતની પૂછપરછ

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પણ આજે જ પૂછપરછ માટે એનસીબી સમક્ષ હાજર થશે. તે પૂછપરછ માટે શુક્રવારે એનસીબીની ઑફિસ પહોંચી ચૂકી છે. તેનુ નામ પણ સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પૂછપરછ દરમિયાન લીધુ છે. રિયાની ફોન ડિટેલ્સથી આ વિશે ખુલાસો થયો છે કે તે સુશાંતના નિધન પહેલા સુધી રકુલના સંપર્કમાં હતા. બંને વચ્ચે આ પહેલા ફોન અને ચેટ્સ દ્વારા વાત થતી હતી. આ સાથે જ બંને એક જ જીમમાં જતા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X