For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યૂડ ફોટોશૂટ મામલે રણવીર સિંહનુ મોટુ નિવેદન, પોલીસને કહ્યુ - મારા ફોટાને મૉર્ફ કરાયો

હવે પોલીસે ન્યૂડ ફોટોશૂટ કેસમાં અભિનેતા રણવીર સિંહનુ નિવેદન નોંધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ એક્ટર રણવીર સિંહ તેની ન્યૂડ તસવીરોને કારણે ઘણા સમયથી ચર્ચામાં છે. રણવીર સિંહની હૉટનેસ હજુ અટકવાનુ નામ નથી લઈ રહી કારણ કે ફેન્સ અને સેલેબ્સ તેના પર સતત પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. જો કે, સોશિયલ મીડિયા પર નગ્ન તસવીરો વાયરલ થયા બાદ ઘણા લોકોએ તેને જોરદાર ટ્રોલ કર્યો હતો. તેની ખૂબ મજાક પણ કરવામાં આવી હતી. રણવીર સિંહની નગ્ન તસવીરોના મીમ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ સમાચાર આવ્યા બાદ રણવીર સિંહ વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રણવીર સિંહે પેપર મેગેઝીન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યુ હતુ. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે પોલીસે આ કેસમાં અભિનેતા રણવીર સિંહનુ નિવેદન નોંધ્યુ છે.

રણવીર સિંહે કહ્યુ - ફોટાને કર્યો મૉર્ફ

એએનઆઈના સમાચાર મુજબ 29 ઓગસ્ટના રોજ મુંબઈ પોલીસે ન્યૂડ ફોટોશૂટ કેસમાં બૉલિવુડ એક્ટર રણવીર સિંહનુ નિવેદન નોંધ્યુ હતુ. મળતી માહિતી મુજબ રણવીર સિંહે પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે કોઈએ તેની એક તસવીર સાથે છેડછાડ કરી છે. તેણે પોલીસને કહ્યુ છે કે જે રીતે ફોટોગ્રાફ લેવામાં આવ્યા છે તે સોશિયલ મીડિયા પર રજૂ કરવામાં આવ્યા નથી.

ઘણા સેલેબ્ઝે કર્યો સપોર્ટ

ઘણા સેલેબ્ઝે કર્યો સપોર્ટ

રણવીર સિંહની ન્યૂડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલા ઘણા લોકોએ તેને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો હતો. જેમાં વિદ્યા બાલન, જ્હાન્વી કપૂર, સ્વરા ભાસ્કર, કરીના કપૂર, રામ ગોપાલ વર્મા સહિત અનેક હસ્તીઓ સામેલ હતી. એટલુ જ નહિ ઘણી વિદેશી હસ્તીઓએ પણ રણવીરને પૂરો સાથ આપ્યો. કેટલાકે તો રણવીર સિંહથી પ્રેરિત તેમની નગ્ન તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

સોશિયલ મીડિયા પર બન્યા હતા મીમ્સ

સોશિયલ મીડિયા પર બન્યા હતા મીમ્સ

મળતી માહિતી મુજબ બૉલિવુડ એક્ટર રણવીર સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ન્યૂડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. તેના આ ન્યૂડ ફોટોશૂટને લઈને ઘણો હોબાળો થયો હતો. આજે પણ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે. જ્યારે કેટલાક લોકો તેની આ તસવીરોના વખાણ કરી રહ્યા હતા અને તેને બોલ્ડ કહી રહ્યા હતા તો કેટલાક લોકો તેની આકરી ટીકા કરી રહ્યા હતા અને તેની મજાક ઉડાવી રહ્યા હતા.

ફોટોગ્રાફર આશીષ શાહે ખોલ્યો હતો રાઝ

ફોટોગ્રાફર આશીષ શાહે ખોલ્યો હતો રાઝ

આ તસવીરો ક્લિક કરનાર ફોટોગ્રાફર આશિષ શાહે જણાવ્યુ કે રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટનો આઈડિયા તેમનો અને રણવીરનો જ હતો. તેઓએ સાથે મળીને આ નિર્ણય લીધો હતો. ફોટોગ્રાફર આશિષ શાહે કહ્યુ- રણવીર સિંહ ઘણા સમયથી પેપર મેગેઝિન સાથે વાત કરી રહ્યો હતો. જો કે શરૂઆતમાં એવુ ન થયુ પરંતુ આખરે અમે તે કરી શક્યા. આ એક ડિમાન્ડિંગ શૂટ હતુ કારણ કે રણવીર ચોક્કસ બૉડી શેપમાં રહેવાનુ હતુ અને હું તેને અલગ પૉશ્ચરમાં બતાવવા માંગતો હતો.

ફોટોશૂટ પર નહોતો થવો જોઈતો હોબાળો

ફોટોશૂટ પર નહોતો થવો જોઈતો હોબાળો

ફોટોગ્રાફર આશિષ શાહે કહ્યુ- મેં આ તસવીરો ફિલ્મ કેમેરાથી લીધી છે. રણવીર સિંહે ત્યાં આ તસવીરો જોઈ જ ન હતી. તેણે તેનુ ફોટોશૂટ કરાવ્યુ જે તેના માટે એક કામ હતુ અને શૂટ પૂરુ થયા પછી તે ત્યાંથી નીકળી ગયો. રણવીર સિંહ ખૂબ જ શાંત વ્યક્તિ છે. તેણે મને મારુ કામ આરામથી કરવા દીધુ. તેથી આ બધો હોબાળો બિલકુલ નકામો છે.

English summary
Ranveer Singh told to police that my photo was tampered in nude photoshoot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X