For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, દીપિકા માટે રણવીરે ચિઠ્ઠીમાં શું લખ્યું

જાણો, દીપિકા માટે રણવીરે ચિઠ્ઠીમાં શું લખ્યું

By Staff
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નને બે મહિનાથી પણ વધુનો સમય થઈ ગયો છે. પરંતુ બંનેના ફેન્સ આ જોડીને જ્યારે પણ સાથે જુએ છે તો ખુશીથી જૂમી ઉઠે છે. બંને સોશિયલ મીડિયા પર કેટલીય પર જગજાહેર પ્રેમનો ઈજહાર કરતા જોવા મળ્યા છે. તાજેતરમાં જ દીપિકાએ 5 જાન્યુઆરીએ પોતાના જન્મદિવસ પર પોતાની એક વેબસાઈટ લૉન્ચ કરી. જ્યાં દીપિકાએ પોતાના પતિએ જે ચિઠ્ઠી લખી તે દીપિકા પ્રત્યે તેના પ્રેમ અને સન્માનને સ્પષ્ટ રીતે જાહેર કરે છે.

દીપિકા માટે શું બોલ્યો રણવીર

દીપિકા માટે શું બોલ્યો રણવીર

રણવીર સિંહે લખ્યું- 'હું મારા જીવનમાં આજ દિવસ સુધી દીપિકા જેવા શાનદાર માણસને નથી મળ્યો અને દીપિકા મારી પત્ની છે એટલે હું આ નથી કહી રહ્યો. મારા માટે તેના પ્રત્યે મારી ભાવનાઓને વ્યક્ત કરવી બહુ પડકારજનક હોય છે. શબ્દો એ ચીજ વ્યક્ત ન કરી શકે, હું માત્ર કોશિશ કરું છું. હું પૂરા ભરોસા સાથે કહી શકું છું કે હું દુનિયામાં તેનાથી સૌથી વધુ નજીક છું. હું તેના વ્યક્તિત્વને ઉંડાણથી સમજું છું સાથે જ કામકાજમાં પણ તેને નજીકથી જાણું છું.'

દુનિયાના સૌથી શાનદાર એક્ટર્સમાંથી એક છે દીપિકા

દુનિયાના સૌથી શાનદાર એક્ટર્સમાંથી એક છે દીપિકા

રણવીરે દીપિકા માટે પોતાની ચિઠ્ઠીમાં આગળ કહ્યું કે દીપિકાની અંદર એક બ્રહ્માંડ છે- પ્યારનો, કરુણાનો, દયાનો, બુદ્ધીનો, સૌંદર્યનો, અનુગ્રહનો અને સહાનુભૂતિનો. આ બધા જ ગુણ તેને એક સાચો કલાકાર બનાવે છે. તે દુનિયામાં સૌથી શાનદાર કલાકારમાંથી એક છે. તે વ્યવહારમાં સીધી, તીખી અને નિષ્પક્ષ છે- એક નિરપેક્ષ અને પૂરી રીતે પ્રોફેશ્નલ છે.

મારા જીવનને જીવવા લાયક બનાવે છે દીપિકા

મારા જીવનને જીવવા લાયક બનાવે છે દીપિકા

રણવીરે લખ્યું- દીપિકાની અંદર પણ આંતરિક શક્તિ છે, આઈરન વિલ છે. તેનું ડિસીપ્લિન અને સમર્પણ શાનદાર છે. તેની જબરદસ્ત ઉપલબ્ધિઓએ સમયને બદલ્યો છે. એક મહિલા જે ધર્મ અને સદાચારનો ભાવ રાખે છે તે સન્માનની હકદાર છે. હું કેટલીય વાર અટકીને તેના વખાણ કરું છું અને કહું છું કે તે બહુ ખાસ છે. તે ચમકવા માટે પેદા થઈ છે. ઉપરાંત તેની અંદર બાળપણ અને માસૂમિયત ભરપૂર છે. હું વિશ્વનો સૌથી ગૌરવશાળી પતિ છું. તે મને સૌથી સારા બનવા માટે પ્રેરિત કરે છે. તે મારા જીવનને જીવવા લાયક બનાવે છે. તે હકીકતમાં મારા જીવનની રોશની છે.

2019ના સૌથી ખરાબ સમાચાર, 7 વર્ષ બાદ આ સુપરહિટ કપલના તલાક2019ના સૌથી ખરાબ સમાચાર, 7 વર્ષ બાદ આ સુપરહિટ કપલના તલાક

English summary
ranveer singh wrote beautiful note for deepika padukone, said these awesome lines for her
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X