Pics : દિલ લુંટી લીધું લુટેરાએ : સોનાક્ષી સિન્હા
મુંબઈ, 10 જૂન : સંવાર લૂં... ગીત આજકાલ લોકોની જીભે ચડી ગયું છે. ફિલ્મ લુટેરાના આ ગીતે એક બાજુ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, તો બીજી બાજુ ફિલ્મના હીરો-હીરોઇન સોનાક્ષી-રણવીર પણ લોકોના આકર્ષણના કેન્દ્ર બન્યાં છે. ઘણા દિવસો બાદ સાડીમાં લપેટાયેલ કોઈ અભિનેત્રી લોકો અને ફિલ્મમેકરને સેક્સી તથા સુંદર લાગી રહી છે.
જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જૌહર કહે છે - લુટેરા ફિલ્મમાં સોનાક્ષી સિન્હા તથા રણવીર સિંહ વચ્ચેની કેમેસ્ટ્રી એક સ્લો ફિલ્મમાં પણ પ્રાણ ફૂંકે છે. ફિલ્મના પ્રોમોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે કે જેનું કારણ રણવીર-સોનાક્ષી છે. તેમના લુકમાં એક મૌન સેંસુઆલિટી છે કે જે લોકોને જરૂર ગમશે. ફિલ્મનું સંગીત પણ કમાલનું છે, તો ફિલ્મની રજુઆત પણ ખૂબ સારી લાગી છે. આશા કરુ છું કે લોકોને ફિલ્મ ખૂબ ગમશે. બંને જ રોમાંટિકલી સેક્સી છે.
આ અગાઉ ફિલ્મના મ્યુઝિક લૉન્ચ પ્રસંગે સોનાક્ષીએ પણ રણવીર સિંહના ખૂબ વખાણ કર્યાં અને જણાવ્યું કે ફિલ્મ લુટેરાના રોલથી રણવીર બહુ અપૉઝિટ છે. તેઓ રીયલ લાઇફમાં ખૂબ સીધા-સાદા છે. મને તેમની સાથે કામ કરી ગમ્યું, તો રણવીરે પણ જણાવ્યું કે સોનાક્ષી સિન્હા એક બહુ જ સારા કલાકાર છે. હું તેમની સાથે વારંવાર કામ કરવા ઇચ્છીશ.
નોંધનીય છે કે પચાસના દાયકાની શ્રદ્ધાંજલિ સ્વરૂપે પ્રચારિત કરાતી ફિલ્મ લુટેરાને ઉડાન જેવી ફિલ્મ બનાવનાર ગંભીર નિર્માતા-દિગ્દર્શક વિક્રમાદિત્ય બનાવી રહ્યાં છે. ફિલ્મ એક પ્યારી-સી લવ સ્ટોરી છે કે જેને વિક્રમાદિત્ય ઉપરાંત એકતા કપૂર અને અનુરાગ કશ્યપ સાથે મળી બનાવી રહ્યાં છે. ફિલ્મ 5મી જુલાઈના રોજ રિલીઝ થવાની છે.
ફિલ્મમાં એક યુવાન-યુવતી પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરે છે, પણ ટુંકમાં જ બંનેના છુટાછેડા થઈ જાય છે. કારણ કે પરિવારની મરજી લગ્નમાં નહોતી, તેથી બંને છુટાછેડા બાદ પણ ઝિંદગીમાં એકલાં જ આગળ વધે છે, પણ પાંચ વરસ બાદ બંને પુનઃ એક વળાંકે સામ-સામે આવી જાય છે. પ્રેમ અને કશ્મકશ વચ્ચેની વાર્તા છે લુટેરા ફિલ્મ કે જે 5મી જુલાઈએ રિલીઝ થવાની છે.

લુટેરા એક શ્રદ્ધાંજલિ
ફિલ્મનું નિર્માણ એકતા કપૂર, શોભા કપૂર, અનુરાગ કશ્યપ અને વિકાસ બહલે કર્યું છે. ફિલ્મ પચાસના દાયકાની શ્રદ્ધાંજલિ સ્વરૂપે પ્રચારિત કરાઈ રહી છે.

સોનાક્ષી-રણવીર સેક્સી છે
ફિલ્મમાં સોનાક્ષી સિન્હા તથા રણવીર સિંહ વચ્ચે ઇંટીમેટ સીન્સ પણ ફિલ્માવાયાં છે. ફિલ્મમાં સોનાક્ષી પ્રથમ વાર સરખી ઉંમરના હીરો સાથે નજરે પડી રહ્યાં છે. કરણ જૌહરને બંનેની કેમેસ્ટ્રી ખૂબ ગમી છે.

લુટેરા લવ સ્ટોરી છે
ફિલ્મ એક પ્યારી-સી લવ સ્ટોરી છે કે જેમાં એક યુવાન-યુવતી પોતાની મરજીથી લગ્ન કરે છે, પણ ટુંકમાં જ છુટાછેડા થઈ જાય છે. પછી એક દિવસ બંને પુનઃ સામ-સામે આવી જાય છે.

5મી જુલાઈએ રિલીઝ
ઍવૉર્ડ વિનિંગ ફિલ્મ ઉડાનના નિર્માતા-દિગ્દર્શક વિક્રમાદિત્ય આ ફિલ્મ સાથે જોડાયેલા છે. ફિલ્મ 5મી જુલાઈએ રિલીઝ થશે.

ફિલ્મ પાસે બહુ આશાઓ
ફિલ્મના મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે સોનાક્ષી સિન્હાએ જણાવ્યું કે તેમને પોતાની જાત ઉપર પુરતો ભરોસો છે કે તેઓ લુટેરા ફિલ્મનો પોતાનો રોલ સારી રીતે ભજવી શકશે. આશા કરુ છું કે ફિલ્મ લોકોને ગમશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
