ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ

ફિલ્મ ડાયરેક્ટર અને અભિનેતા અનુરાગ કશ્યપ સામે રેપની ફરિયાદ નોંધવામાં આવી છે.

નવી દિલ્લીઃ ફિલ્મ ડાયરેક્ટર અને અભિનેતા અનુરાગ કશ્યપ સામે રેપની ફરિયાદ નોંધવામાં આવી છે. ફિલ્મ અભિનેત્રીએ આ ફરિયાદ નોંધાવી છે. અનુરાગ કશ્યપ સામે મુંબઈના ઓશિવારા પોલિસ સ્ટેશનમાં રેપ, ખોટી હરકત કરવા અને મહિલા સાથે અમર્યાદિત આચરણ કરવા બાબતે આ કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેત્રી તરફથી લેખિતમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તેમના વકીલે જણાવ્યુ કે આઈપીસીની કલમ 376, 354, 342 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલિસ હવે આગળની કાર્યવાહી માટે ફરિયાદકર્તા અભિનેત્રીનુ નિવેદન નોંધી શકે છે.

Anurag Kashyap

અભિનેત્રીએ હાલમાં જ અનુરાગ કશ્યપ પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. અભિનેત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટ્વિટર પર ટેગ કરીને કાર્યવાહીની માંગ કરી હતી. અભિનેત્રીનુ કહેવુ છે કે પાંચ વર્ષ પહેલા અનુરાગે તેની સાથે જબરદસ્તી કરી હતી. અનુરાગ કશ્યપે અભિનેત્રીના આરોપોને ધરમૂળથી ફગાવી દીધા છે. ફિલ્મમેકરના વકીલ પ્રિયંકા ખિમાનીએ સ્ટેટમેન્ટ જારી કરીને કહ્યુ છે કે તેમના ક્લાયન્ટ પર યૌન શોષણના ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે અને તે આનાથી ખૂબ જ વ્યથિત છે. આમાં કોઈ સચ્ચાઈ નથી.

ઘણા ફિલ્મી સ્ટાર્સ પણ અનુરાગના સપોર્ટમાં આવ્યા છે. આમાં તાપસી પન્નુ, સૈયામી ખેર, રામગોપાલ વર્મા અને અનુભવ સિન્હા ઉપરાંત અનુરાગ કશ્યપની પૂર્વ પત્ની કલ્કિ કોચલિન અને આરતી બજાજ પણ શામેલ છે. અનુરાગ કશ્યપે ટ્વિટ કરીને આ આરોપોને ખુદના કેન્દ્ર સરકાર સામે આગળ આવવાને જોડીને કહ્યુ કે શું વાત છે, આટલો સમય લઈ લીધો મને ચૂપ કરવાની કોશિશમાં, ચલો કંઈ નહિ, મને ચૂપ કરાવતા કરાવતા એટલુ જૂઠ બોલી ગયા કે મહિલા હોવા છતાં બીજી મહિલાઓને પણ સાથે ઢસડી લીધી, થોડી તો મર્યાદા રાખો મેડમ, બસ એ જ કહીશ કે જે પણ આરોપ છે, બધા પાયાવિહોણા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X